તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદમાં 'પૃથ્વીરાજ':અક્ષય કુમારની ફિલ્મના ટાઇટલનો વિરોધ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ડિરેક્ટર-પ્રોડ્યૂસરની સાથે એક્ટરનું પૂતળું સળગાવ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મનું નામ 'હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' અથવા 'મહારાણા પૃથ્વીરાજ ચૌહાણ' રાખવાની માગણી

અક્ષય કુમાર સ્ટારર અપકમિંગ ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટાઇટલ બદલવાનો વિવાદ વધતો જાય છે. ગુરુવાર, 17 જૂનના રોજ ચંદીગઢમાં અખિલ ભારતીય ક્ષેત્રીય મહાસભાએ ફિલ્મના નામ અંગે દેખાવો કર્યો હતો અને ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી, પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા તથા અક્ષય કુમારનું પૂતળું સળગાવ્યું હતું. દેખાવકારોએ કહ્યું હતું કે ફિલ્મનું નામ માત્ર 'પૃથ્વીરાજ' હોઈ શકે નહીં. આ ફિલ્મનું નામ 'હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' અથવા 'મહારાણા પૃથ્વીરાજ ચૌહાણ' હોવું જોઈએ, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ હિંદુઓના અંતિમ રાજા હતા. આથી તેમના નામને પૂરતું સન્માન મળવું જોઈએ.

ક્ષત્રિય મહાસભાને ફિલ્મ બતાવવામાં આવે
દેખાવકારોએ માગણી કરી હતી કે રિલીઝ પહેલાં આ ફિલ્મ ક્ષત્રિય તથા રાજપૂત સમાજના પ્રતિનિધિઓને બતાવવામાં આવે, જેથી ફિલ્મમાં કોઈ વિવાદ અથવા ઈતિહાસ સાથે છેડછાડ થઈ નથી તે જોઈ શકાય. આ સાથે જ તેમણે ધમકી આપી હતી કે જો પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર ફિલ્મ સાથે જોડાયેલા વિવાદનો ઉકેલ નહીં આવે તો ક્ષત્રિય સમાજ 'જોધા અકબર' તથા 'પદ્માવત'ના જે હાલ કર્યા હતા, તે જ હાલ આ ફિલ્મના કરશે.

રાજપૂત કરણી સેનાએ પણ વિરોધ પ્રગટ કર્યો હતો
ગયા મહિને અખિલ ભારતીય રાજપૂત કરણી સેનાએ પણ ફિલ્મના ટાઇટલ સામે વિરોધ પ્રગટ કર્યો હતો. કરણીસેનાની યુવા વિંગના અધ્યક્ષ તથા ફિલ્મમેકર સુરજીત સિંહ રાઠોરે કહ્યું હતું, 'જ્યારે ફિલ્મ મહાન પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત હોય ત્યારે ફિલ્મનું ટાઇટલ માત્ર 'પૃથ્વીરાજ' કેવી રીતે રાખી શકાય? અમે ઈચ્છીએ કે ફિલ્મના નામમાં તેમનું પૂરું નામ લખવામાં આવે અને તેમને સન્માન આપવામાં આવે.'

કરણી સેનાએ રિલીઝ પહેલાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની માગણી કરી છે. સુરજીત સિંહે કહ્યું હતું, 'જો તેઓ અમારી સલાહ નથી માનતા તો તેઓ પરિણામ ભોગાવવા તૈયાર રહે. 'પદ્માવત' દરમિયાન સંજય લીલા ભણસાલી સાથે શું થયું હતું, તે બધાને ખ્યાલ છે. આ ફિલ્મના મેકર્સે આ બધા માટે તૈયાર રહેવું પડશે.'

2019માં ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી
અક્ષય કુમારે 2019માં પોતાના જન્મદિવસ પર ફિલ્મની જાહેરાત કરી હતી. તેણે સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'જન્મદિવસ પર મારી પહેલી ઐતિહાસિક ફિલ્મની જાહેરાત કરવા અંગે ઘણો જ ઉત્સાહી છું. હું મારી સૌથી મોટી ફિલ્મ 'પૃથ્વીરાજ'માં નાયક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવવા પર ગર્વ અનુભવું છું. હું હંમેશાંથી તેમની વીરતા તથા મૂલ્યોથી પ્રેરિત છું.'

માનુષી છિલ્લરની ડેબ્યૂ ફિલ્મ
પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મમાં પૃથ્વીરાજની પત્ની સંયોગિતાનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ માનુષીની ડેબ્યૂ ફિલ્મ છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માહી વિજ, આશુતોષ રાણા મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...