NCBના રડાર પર સ્ટાર કિડ્સ:આર્યનનું વ્હોટ્સએપ ગ્રુપ બન્યું ટાઇમબોમ્બ; અનેક સ્ટાર કિડ્સમાં ફફડાટ, દેશ છોડવાની ફિરાકમાં

મુંબઈએક મહિનો પહેલા
  • હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આર્યને તેમની સાથે ડ્રગ્સ અંગે કોઈ વાત કરી હતી કે નહીં

આર્યન ખાનની ધરપકડ બાદ હવે ધીમે ધીમે તેના સંપર્કમાં રહેતા અનેક સ્ટાર કિડ્સ પણ NCBના રડાર પર આવી ગયા છે. આ કડીમાં ગુરુવાર, 21 ઓક્ટોબરના રોજ એક્ટ્રેસ તથા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી. તેને બીજીવાર પણ બોલાવવામાં આવી છે.

NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના નિકટના સૂત્રોના મતે, આર્યન ખાનના સંપર્કમાં રહેતી પ્રોડ્યૂસરની દીકરી, એક્ટરનો ભત્રીજો, જાણીતા એક્ટરની દીકરી તથા એક્ટ્રેસની બહેન પણ NCBના રડાર પર છે. આર્યનની સાથે આ તમામની ચેટ મળી આવી છે.

NCBની ઓફિસની બહાર અનન્યા પાંડે
NCBની ઓફિસની બહાર અનન્યા પાંડે

જોકે, હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આર્યને તેમની સાથે ડ્રગ્સ અંગે કોઈ વાત કરી હતી કે નહીં. NCBને આર્યનની જે ચેટ મળી છે, તે ઘણી જ જૂની છે. એ વાત પણ સામે આવી છે કે આમાંથી એકે દેશ પણ છોડી દીધો છે. સૂત્રોના મતે, આ તમામ આર્યનની સાથે વ્હોટ્સએપ ગ્રુપમાં હતા. આગામી સમયમાં NCB આ તમામને પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે.

KRKએ પણ દાવો કર્યો હતો
ફિલ્મ ક્રિટિક્સ બોલિવૂડ એક્ટર કમાલ આર ખાન (KRK)એ થોડાં દિવસ પહેલાં દાવો કર્યો હતો કે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ બોલિવૂડના અનેક સ્ટાર કિડ્સ ભારત છોડવાનું વિચારી રહ્યા છે.

કમાલ ખાન સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'મારા સૂત્રોના મતે, આર્યન ખાનની ઘટના બાદ અનેક સેલિબ્રિટીના બાળકો ભારત છોડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમને લાગે છે કે જો આર્યન ખાન સાથે આવું થઈ શકે છે તો કોઈની સાથે પણ થઈ શકે છે.'

અનન્યા પાંડે પપ્પા ચંકી પાંડે સાથે આવી હતી
અનન્યા પાંડે પપ્પા ચંકી પાંડે સાથે આવી હતી

કંગનાના નિશાને સ્ટાર કિડ્સ
સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ કેસ સામે આવ્યા બાદ કંગના રનૌતે શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, દીપિકા પાદુકોણ તથા સારા અલી ખાનને ટાર્ગેટ કર્યા હતા અને કહ્યું હતું કે અમીર સ્ટાર કિડ્સ પોતાના મેનેજરને પૂછે છે કે માલ શું છે. ગયા વર્ષે આ ચારેય એક્ટ્રેસની NCBએ પૂછપરછ કરી હતી.

કંગનાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'મારી વાત રીપિટ કરો, ડિપ્રેશન નશીલી દવાઓનો દુરુપયોગનું પરિણામ છે. તથાકથિત હાઇસોસાયટીના અમીર સ્ટાર કિડ્સ સારો ઉછેર થયો હોવાનો દાવો કરે છે, તે પોતાના મેનેજરને પૂછે છે, માલ છે?'