પ્રોડ્યૂસર રિતેશ સિધવાણીએ ગુરુવાર, 24 ફેબ્રુઆરીના રોજ ફરહાન-શિબાનીની વેડિંગની ગ્રાન્ડ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ જોવા મળ્યા હતા. કરીના કપૂર, મલાઈકા અરોરાથી લઈ દીપિકા પાદુકોણ, રિયા ચક્રવર્તી સહિતની એક્ટ્રેસિસ ગ્લેમરસ અંદાજમાં આવી હતી.
પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
રિતેશ સિધવાણીએ હોસ્ટ કરેલી પાર્ટીમાં મોટાભાગના સેલેબ્સ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા જોવા મળ્યા હતા. મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ થાઈ હાઇ-સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. દીપિકા બ્લેક ડ્રેસમાં આવી હતી.
શિબાની બ્લૂ ગાઉનમાં તથા ફરહાન કેઝ્યુઅલ આઉટફિટમાં હતો. શિબાનીની બહેન અનુષા દાંડેકર બ્લેક ડ્રેસમાં તો રિયા ચક્રવર્તી ઓરેન્જ આઉટફિટમાં હતી. જાવેદ અખ્તર, શબાના આઝમી, ઝોયા અખ્તર પણ પાર્ટીમાં આવ્યા હતા.
આ સેલેબ્સ પણ જોવા મળ્યા
પાર્ટીમાં રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, સોહા અલી ખાન-કુનાલ કપૂર, અર્જુન રામપાલ-ગેબ્રિયેલા, ફરાહ ખાન, હર્ષવર્ધન કપૂર, અર્જુન કપૂર પણ હતાં. આ ઉપરાંત પાર્ટીમાં ગૌરી ખાન દીકરી સુહાના તથા દીકરા આર્યન ખાન સાથે આવી હતી.
ફરહાન-શિબાનીની વેડિંગ બેશની ખાસ તસવીરો....
ઉલ્લેખનીય છે કે ફરહાન તથા શિબાનીએ જાવેદ અખ્તરના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં પરિવારના નિકટના સભ્યો તથા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં રિતિક રોશન, ફરાહ ખાન, શંકર મહાદેવન, અમૃતા અરોરા તથા રિયા ચક્રવર્તી આવ્યાં હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.