તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકટ્રેસના સાઈડ બિઝનેસ:પ્રિયંકાએ ન્યૂ યોર્કમાં રેસ્ટોરાં શરૂ કરી, આ હસીનાઓ એક્ટ્રેસ હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલિવૂડ એક્ટ્રેસિસ માત્ર ફિલ્મમાંથી જ નહીં પરંતુ વિવિધ બિઝનેસ કરીને પણ કમાણી કરતી હોય છે

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ન્યૂ યોર્ક સિટીમાં પોતાની રેસ્ટોરાં શરૂ કરી છે. એક્ટ્રેસે પોતાની ઈન્ડિયન રેસ્ટોરાંનું નામ સોના રાખ્યું છે. અહીંયા ઈન્ડિયન ડિશ મળશે. પ્રિયંકા પહેલાં પણ ઘણી બોલિવૂડ એક્ટ્રેસિસ બિઝનેસમાં નસીબ અજમાવી ચૂકી છે. જાણીએ કઈ એક્ટ્રિસ શેનો બિઝનેસ કરે છે...

દીપિકા પાદુકોણ

દીપિકા ઘણાં વર્ષોથી ક્લોથિંગ બિઝનેસમાં છે. 2015માં દીપિકાએ મિંત્રાની સાથે પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ઓલ અબાઉટ યુની શરૂઆત કરી હતી. આ પહેલાં 2013માં દીપિકાએ વાન હુસૈનની સાથે મળીને વિમેન ફેશન બ્રાન્ડની શરૂઆત કરી છે. એક્ટ્રેસે સો.મીડિયામાં પોતાની બ્રાન્ડનું પ્રમોશન કરતી રહેતી હોય છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી પોતાના રેસ્ટોરાં બિઝનેસમાંથી સારી એવી કમાણી કરે છે. આ ઉપરાંત તે સ્પા તથા બારનો બિઝનેસ પણ ચલાવે છે. થોડાં મહિના પહેલાં જ શિલ્લાએ મુંબઈના વર્લી વિસ્તારમાં બેસ્ટિયન ચેન નામની રેસ્ટોરાંની શરૂઆત કરી હતી. શિલ્પાએ પણ પોતાની ક્લોથિંગ બ્રાન્ડ લૉન્ચ કરી છે. ફિલ્મમાં ઉપરાંત બિઝનેસમાંથી શિલ્પા સારી એવી કમાણી કરી લે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ હંમેશાંથી સ્ટાર્ટઅપમાં રોકાણ કરતી હોય છે. 2013માં એક્ટ્રેસે લોકોને સ્ટાઈલ કરવા માટે સ્ટાઈલ ક્રેકર નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. 2020માં આલિયાએ પોતાની નવી કંપની એડ-એ-મમ્મા શરૂ કરી છે. આ કિડ્સ ફેશન બ્રાન્ડ છે. કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.

કેટરીના કૈફ

'ટાઈગર જિંદા હૈ' તથા 'ભારત' જેવી ફિલ્મમાં જોવા મળેલી કેટરીના સફળ બિઝનેસવુમન છે. 2019માં કેટરીનાએ બ્યૂટી બ્રાન્ડ 'કે બ્યૂટી' લૉન્ચ કરી હતી. આ માટે એક્ટ્રેસ મેકઅપ બ્રાન્ડ નાયકા સાથે ટાઈઅપ કર્યું છે.

સુસ્મિતા સેન

વેબ સિરીઝ 'આર્યા'થી કમબેક કરનાર સુસ્મિતા સેન એક્ટિંગ ઉપરાંત બિઝનેસમાંથી કમાણી કરે છે. એક્ટ્રેસનો જ્વેલરીનો બિઝનેસ છે. આ બિઝનેસ તેની માતા સંભાળી રહી છે. આ ઉપરાંત સુસ્મિતા પ્રોડક્શન હાઉસ ચલાવે છે. સુસ્મિતા મુંબઈમાં રેસ્ટોરાં પણ ચલાવે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર પોતાની ફેશન સેન્સને કારણે લોકપ્રિય છે. તેણે બહેન રિયા કપૂર સાથે મળીને કપડાંનો બિઝનેસ શરૂ કર્યો છે. તેની ફેશન બ્રાન્ડનું નામ રીહોસન છે.

કરિશ્મા કપૂર

ફિલ્મથી દૂર હવે કરિશ્મા કપૂર બેબી ક્લોથિંગ સ્ટોર ચલાવે છે. તેના સ્ટોરમાં નાના બાળકોનો દરેક સામાન મળી રહે છે. આ ઉપરાંત કરિશ્માએ સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે.

લારા દત્તા​​​​​​​

પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ પોતાની સાડી બ્રાન્ડ લૉન્ચ કરી છે. એક્ટ્રેસ સાડીની લોકપ્રિય બ્રાન્ડ છાબરા 555 સાથે ટાઈઅપ કર્યું છે. લારાએ પર્ફ્યૂમ પણ ન્ચ કર્યું છે. લારાની પ્રોડક્શન કંપની 'ભીગી બસંતી' છે.

ટ્વિંકલ ખન્ના​​​​​​​

ફિલ્મથી દૂર ટ્વિંકલ ખન્ના હાલમાં પુસ્તક તથા કોલમ લખીને લોકપ્રિય બની છે. તેણે 'મિસિસ ફની બોન્સ' તથા 'ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ' જેવી બુક લખી છે. આ ઉપરાંત ટ્વિંકલ પાર્ટનરશિપમાં ઇન્ટિરિયર ડિઝાઈનિંગનો બિઝનેસ કરે છે. ટ્વિંકલની બિઝનેસ પાર્ટનર તેની મિત્ર ગુરલીન મનચંદા છે. ટ્વિંકલ ખન્ના પ્રોડ્યૂસર પણ છે.

અનુષ્કા શર્મા

થોડાં વર્ષ પહેલાં અનુષ્કાએ નુશ નામની ક્લોથિંગ લાઈન શરૂ કરી છે. અનુષ્કા પોતાના ભાઈની સાથે મળીને ક્લીન સ્લેટ ફિલ્મ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ અનુષ્કાએ 'NH 10', 'ફિલ્લૌરી' તથા 'પરી' જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. વેબ સિરીઝ 'પાતાલ લોક' ચાહકોને ઘણી જ ગમી હતી.

સની લિયોની​​​​​​​

એક સમયની પોર્ન સ્ટાર સની લિયોની એડલ્ટ સ્ટોર ચલાવે છે.