બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અત્યારે ચર્ચામાં આવી ગઈ છે, જ્યારે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ યુઝરનેમમાંથી પતિ નિક જોનસની સરનેમ હટાવી દીધી. પહેલા એક્ટ્રેસનું યુઝરનેમ 'પ્રિયંકા ચોપરા જોનસ' હતું, જે હવે માત્ર 'પ્રિયંકા' થઈ ગયું છે. એક્ટ્રેસનું નામ બદલવા પર પ્રિયંકાના ફેન્સ બંનેના અલગ થવાની અટકળો લગાવી રહ્યા છે. એ ઉપરાત પણ આ ફેરફારની ઘણી થિયરી સામે આવી ચૂકી છે. આવો, જાણીએ તેનું સાચું કારણ શું છે..
પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ અને જોનસ બ્રધર્સ ટૂંક સમયમાં નેટફ્લિકસ પર એક કોમેડી શો- 'જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ' લઈને આવી રહ્યાં છે. આ શોમાં તમામ ભાઈ અલગ અલગ રીતે એકબીજાને રોસ્ટ અને ટ્રોલ કરતા જોવા મળશે. આ શોને પ્રમોટ કરવા માટે પ્રિયંકાએ પહેલેથી જ નિક અને તેના ભાઈઓને રોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી સરનેમ હટાવવી એ પણ આ શોના પ્રમોશનનો એક ભાગ છે.
સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી રહ્યા છે કોમેડી શો
જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટમાં ત્રણ જોનસ બ્રધર્સની સાથે તેમની પત્નીઓ પ્રિયંકા ચોપરા, સોફી ટર્નર અને ડેનિયલ જોનસ પણ આ શોમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જોનસ બ્રધર્સનો શો પ્રમોટ કરતાં લખ્યું હતું, જોનસ બ્રધર્સને રોસ્ટ થતા જોવા માટે તૈયાર છું. હું અત્યારે મારા હાસ્યથી પરેશાન છું. જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ 23 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાના એક દિવસ પહેલાં જ પ્રિયંકાએ પોતાના નામમાંથી જોનસ સરનેમ હટાવી દીધી છે.
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાંથી પોતાના નામમાંથી 'ચોપરા' અને જોનસ સરનેમ હટાવી દીધી છે. ત્યારે પ્રિયંકા અને નિક જોનસના છૂટાછેડાની અટકળો ચાલી રહી છે. જોકે આ દરમિયાન નિક જોનસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેના પર પ્રિયંકાએ કમેન્ટ કરીને છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું છે.
હું તારી બાહોંમાં મરવા માગું છું: પ્રિયંકા
હકીકતમાં નિક જોનસે તાજેતરમાં જિમમાં વર્કઆઉટ કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. એના આ વીડિયો પર પ્રિયંકાએ કમેન્ટ કરી લખ્યું " Damn!,હું તારી બાહોમાં મરવા માગું છું." પ્રિયંકાએ આ કમેન્ટ સાથે કહ્યું છે કે તે નિક જોનસને ખૂબ પ્રેમ કરે છે અને બંને અલગ નથી થયાં.
પ્રિયંકાની માતાએ છૂટાછેડાના સમાચારોને અફવા ગણાવ્યા
વીડિયોમાં નિક જોનસ જિમમાં ડંબલ્સ ઉઠાવતો અને બાઈસેપ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. તેની કેપ્શનમાં તેણે લખ્યું છે. "મંડે મોટિવેશન, લેટ્સ ગેટ ઈટ." પ્રિયંકાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં એક ન્યૂઝ વેબસાઈટને આપેલા નિવેદનમાં બંનેના છૂટાછેડાના સમાચારોને અફવા ગણાવ્યા છે. તે સાથે જ તેમને લોગો આ પ્રકારની ખોટી અફવાઓ ન ફેલાવવાની અપીલ પણ કરી છે.
પ્રિયંકાએ સરનેમ હટાવીને ફેન્સને કન્ફ્યુઝ કર્યા
પ્રિયંકા અને નિકના લગ્નને 1 ડિસેમ્બરના રોજ 3 વર્ષ પૂરાં થશે, પરંતુ અગાઉ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોથી 'જોનસ' સરનેમ હટાવીને ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા હતા. ત્યાર બાદ નિક અને પ્રિયંકાના અલગ થવાના સમાચારે પણ જોર પકડ્યું હતું.
નિક સાથે લગ્ન કર્યા બાદ જોનસ સરનેમ જોડી હતી
આ અંગે હજી સુધી બંનેના છૂટાછેડાને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. પ્રિયંકાએ લગ્ન બાદ પોતાનું ઈન્સ્ટાગ્રામ બદલીને પ્રિયંકા ચોપરા જોનસ કર્યું હતું. હવે સવાલ એ છે કે ખરેખર શું બંને અલગ થઈ ગયાં છે કે અથવા કંઈક બીજો મામલો છે? આ મામલામાં ફેન્સ પ્રિયંકાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.
મેટ્રિક્સમાં જોવા મળશે પ્રિયંકા
સોમવારે જ પ્રિયંકાએ નવા હોલિવૂડ પ્રોજેક્ટની રિલીઝ ડેટની જાહેરાત થઈ છે. મેટ્રિક્સ સિરીઝની નવી ફિલ્મ 22 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. એ ઉપરાંત પણ પ્રિયંકાની પાસે કેટલાક હોલિવૂડ પ્રોજેક્ટ્સ છે.
સામંથા અને મલાઈકાએ પણ છૂટાછેડા પહેલાં સરનેમ હટાવી હતી
તાજેતરમાં દક્ષિણ ભારતની એક્ટ્રેસ સામંથાએ પણ પોતાના નામની આગળ અક્કિનેની સરનેમ હટાવી હતી, ત્યાર બાદથી ચૈતન્ય સાથે તલાકના સમચારોએ જોર પકડ્યું હતું. મલાઈકા અરોડા ખાને પણ પોતાના પતિ અરબાઝ ખાનની તલાક પહેલાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી સરનેમ હટાવી દીધી હતી. આવી સ્થિતિમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ છે જેમણે અલગ થતાં પહેલાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી સરનેમ અને ફોટો હટાવી દીધાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.