તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત માટે મદદ:પ્રિયંકા-નિકના કોવિડ 19 ફંડરેઝરમાં માત્ર એક દિવસમાં 2 કરોડ 87 લાખ રૂપિયા જમા થયા

મુંબઈ2 મહિનો પહેલા
  • પ્રિયંકા-નીકે ભારતની મદદ માટે ફંડરેઝરની શરૂઆત કરી હતી
  • પ્રિયંકાએ જનતાનો આભાર માન્યો

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા તેનો પતિ નિક જોનસે કોરોના વિરુદ્ધની જંગમાં ભારતને મદદરૂપ થવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ કપલે ભારત માટે કોવિડ 19 ફંડરેઝરની શરૂઆત કરીને વિશ્વભરના લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. માત્ર 24 કલાકમાં ફંડરેઝરમાં 2 કરોડ 87 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. કપલે ચાહકોનો આભાર માન્યો હતો.

પ્રિયંકાએ જનતાને થેંક્યૂ કહ્યું
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સો.મીડિયામાં આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવવા બદલ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રિયંકાએ પતિ સાથેનો એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, ટુગેધર ફોર ઈન્ડિયા. તમારા તમામના સપોર્ટ તથા ડોનેશન માટે આભાર. તમારું કોન્ટ્રીબ્યૂશન ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ વિરુદ્ધ મોટો ફેરફાર લાવશે. હજી પણ ઘણું કરવાનું બાકી છે. આશા છે કે જે ગતિએ આપણે કામ શરૂ કર્યું છે, તે ચાલુ રાખીશું. પ્લીઝ ડોનેટ કરો.

ભારત મારું ઘર છે અને આ સમયે ઘાયલ છે
પ્રિયંકા ચોપરાએ વીડિયોમાં કહ્યું હતું, ‘આપણે ચિંતા તથા દેખરેખ કરવાની આવશ્યકતા કેમ છે? આ અત્યારે સૌથી વધુ જરૂરી કેમ છે? હું લંડનમાં છું અને ભારતમાં રહેલા મારા પરિવાર, મિત્રો પાસેથી સાંભળી રહી છું કે કેવી રીતે હોસ્પિટલમાં જગ્યા નથી, ICUs નથી, એમ્બ્યૂલન્સ વ્યસ્ત છે, ઓક્સિજન સપ્યાલ ઓછો છે. સ્મશાનમાં એક સાથે અનેક શબોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે, કારણે કે મૃતકોની સંખ્યા વધારે પ્રમાણમાં છે. ભારત મારું ઘર છે અને આ સમય ઘાયલ છે.’

ગ્લોબલ કમ્યુનિટી તરીકે ચિંંતા કરવાની જરૂરી
પ્રિયંકાએ આગળ કહ્યું હતું, ‘આપણે એક ગ્લોબલ કમ્યુનિટી તરીકે ચિંતા કરવાની જરૂર છે. હું તમને કહું છું કે આપણે કેમ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી તમામ લોકો સુરક્ષિત નહીં હોય ત્યાં સુધી કોઈ પણ સલામત નથી. તો મહેરબાની કરીને પોતાના સંસાધનોનો ઉપયોગ કરો અને પોતાની એનર્જીને આ રોગચાળાને રોકવામાં લગાવો. પ્લીઝ ડોનેટ કરો.’
વીડયોમાં પોતાની વાત પૂરી કરતાં પ્રિયંકાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે બહુ જ લોકો ગુસ્સામાં હશે અને વિચારી રહ્યાં હશે કે આપણે કેમ આ જગ્યા પર છીએ? અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે. આપણે આ અંગે વાત કરીશું, પરંતુ પહેલાં જે વધુ કરવાની જરૂરી છે, તે કરીએ. પ્લીઝ ડોનેટ કરો. પોતાના સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરો. ભારતને તમારી જરૂર છે.’

મેં એક ફંડરેઝરની શરૂઆત કરી છે, પ્લીઝ ડોનેટ કરો
વીડિયો કેપ્શનમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ગીવઈન્ડિયાની સાથે મળીને તેણે એક ફંડરેઝરની શરૂઆત કરી હતી. તણે કહ્યું હતું, ‘ભારત, મારું ઘર, કોવિડને કારણે ખરાબ હાલતમાં છે. આપણે બધાએ મદદ કરવાની જરૂર છે. લોકો રેકોર્ડ સંખ્યામાં મરી રહ્યા છે. દરેક જગ્યાએ બીમારી છે અને આ બહુ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. હું ગીવઈન્ડિયાની સાથે મળીને એક ફંડરેઝરની શરૂઆત કરું છું. ગીવઈન્ડિયા સૌથી મોટું ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતને કોવિડ રિલીફ આપે છે. તમે જે પણ કંઈ ડોનેટ કરી શકતા હો તે કરો. વાસ્તવમાં આનાથી એક ફરક પડે છે. અહીંયા 63 મિલિયન લોકો મને ફોલો કરે છે. જો તમે એક લાખ લોકો પણ 10 ડોલર ડોનેટ કરો છો તો આ ટોટલ 1 મિલિયન ડોલર થાય છે અને આ બહુ જ મોટી રકમ છે.’

વાઈરસને હરાવવાની જરૂર છે અને તમામે આગળ આવવાની જરૂર છે
પ્રિયંકાએ કેપ્શનમાં આગળ કહ્યું હતું, ‘તમારું ડોનેશન સીધી રીતે હેલ્થકેર ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઈક્વિપમેન્ટ, વેક્સિન સપોર્ટ માટે જશે. પ્લીઝ પ્લીઝ ડોનેટ. નિક તથા મેં પહેલાં જ ડોનેટ કર્યું છે અને અમે ભવિષ્યમાં પણ અમારું યોગદાન આપતા રહીશું. આપણે તમામે એ વાત જોઈ છે કે આ વાઈરસ કેટલે દૂર સુધી ફેલાઈ શકે છે. આપણી વચ્ચે ભલે ગમે તેટલું અંતર હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે દરેક વ્યક્તિ સલામત નહીં હોય ત્યારે કોઈ પણ સલામત નથી. આટલા બધા લોકોને અલગ અલગ રીતથી મદદ કરતા જોઈને સારું લાગે છે. આપણે આ વાઈરસને હરાવવાની જરૂર છે. આમ કરવામાં આપણે તમામની જરૂર છે. હું દિલથી તમામનો આભાર માનું છું. અત્યારે ડોનેટ કરો, લિંક ઈન બાયો.’