અચીવમેન્ટ:પ્રિયંકા ચોપરાનું મેમોયર ‘અનફિનિશ્ડ’ 12 કલાકમાં અમેરિકાની બેસ્ટ સેલિંગ બુક બની, એક્ટ્રેસે લખ્યું, ‘આશા છે તમને બુક ગમશે’

2 વર્ષ પહેલા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનું મેમોયર‘અનફિનિશ્ડ’ (Unfinished) માત્ર 12 કલાકમાં અમેરિકામાં બેસ્ટ સેલિંગ બુક બની છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, ‘12 કલાકથી પણ ઓછા સમયમાં અમેરિકામાં નંબર 1 બનાવવા માટે આભાર. મને આશા છે કે તમને આ બુક ગમશે.’ હાલ બુકનો પ્રિ-ઓર્ડર શરુ થઇ ગયો છે.

વર્ષો પહેલાં નામ વિચારી લીધું હતું
શુક્રવારે પ્રિયંકાએ બુકનું કવર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેના કેપ્શનમાં લખ્યું હતું, આ મેમોયરનું નામ મેં તે લખવાનું શરુ પણ નહોતું કર્યું ત્યારે જ નામ રાખી લીધું હતું. 20 વર્ષથી પબ્લિક પર્સન હોવાને લીધે મારી પાસે એક લાંબુ લિસ્ટ હતું, જેને મારે ચેક કરવું હતું કે હું કેટલી અનફિનિશ્ડ છું, પરંતુ મેમોયર લખતી વખતી ફની વસ્તુ એ છે કે તમારે વસ્તુઓને અલગ રીતે જોવી પડે છે. આટલી બધી વસ્તુઓ ભેગા કરતી વખતે મેં અનુભવ્યું કે, અધૂરું હોવાનો મારા માટે ઊંડો અર્થ છે અને હકીકતમાં તે મારી જિંદગીમાંની અનેક વસ્તુમાંથી એક છે.

‘આ મારી સ્ટોરી છે’
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક ઘણા વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું, ‘આ મારી સ્ટોરી છે. વીડિયોમાં પ્રિયંકાના બાળપણથી લઈને મિસ વર્લ્ડ બનવા, બોલિવૂડમાં સંઘર્ષ કર્યા પછી હોલિવૂડનો સફર દેખાડ્યો છે. પ્રિયંકાએ નિક જોનસ સાથેના લગ્ન વિશે પણ જણાવ્યું હતું.’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડમાં પ્રિયંકા છેલ્લે ‘ધ સ્કાઈ ઈઝ પિંક’માં દેખાઈ હતી. આ ફિલ્મની તે પ્રોડ્યુસર પણ હતી. ફિલ્મમાં તેના સિવાય ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં હતા.

અન્ય સમાચારો પણ છે...