18 જુલાઈ, રવિવારના રોજ પ્રિયંકા ચોપરાએ લંડનમાં 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકાનો પતિ નિક જોનસ અમેરિકામાં છે. જોકે નિકે પ્રિયંકાને ખાસ ગિફ્ટ મોકલાવી હતી. આ ગિફ્ટની કિંમત ઘણી જ મોંઘી છે.
શું મોકલાવ્યું નિકે?
નિકે પ્રિયંકા ચોપરાને 1982ની એક ચેટો માઉટન રોથ્ચચાઇલ્ડની રેડ વાઇન ગિફ્ટમાં આપી છે. પ્રિયંકા ચોપરાએ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી છે, જેમાં ટેબલ પર વાઇનનો મોટો ગ્લાસ છે અને બાજુમાં વાઇનની બોટલ છે. ટેબલને સફેદ ફૂલો, કેન્ડલ્સ તથા દારૂની નાનકડી બોટલથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. તસવીર શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, લવ યુ નિક જોનસ.
મોંઘેરી વાઇનની બોટલ
વેબસાઇટ ડ્રિંક એન્ડ કોના જણાવ્યા પ્રમાણે, આ રેડ વાઇન 1982ની ચેટો માઉટન રોથ્સચાઇલ્ડની દુર્લભ વાઇન છે. 750 mlની બોટલ અંદાજે 1,31,375 રૂપિયામાં મળે છે.
નિકે ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી
નિકે સો.મીડિયામાં પ્રિયંકા ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નિકે પ્રિયંકાની નાનપણની તથા અત્યારની તસવીર શૅર કરી હતી. તેણે કહ્યું હતું, જન્મદિવસની શુભેચ્છા. તું દુનિયાની તમામ ખુશી ડિર્ઝવ કરે છે. આજે અને રોજ. લવ યુ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. હવે પ્રિયંકા ચોપરા 'ટેકસ્ટ ફોર યુ' તથા 'મેટ્રિક્સ 4'માં જોવા મળશે. હાલમાં લંડનમાં પ્રિયંકા રૂસો બ્રધર્સના ડિરેક્શનમાં બનતી ફિલ્મ 'સીટાડેલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.