'દેસી ગર્લ'ની વાઇરલ તસવીરો:પ્રિયંકા ચોપરાનો ફ્રન્ટ ઓપન ડ્રેસમાં અલ્ટ્રા ગોર્જિયસ અંદાજ જોવા મળ્યો

પેરિસ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ગ્લોબલ આઇકન છે. એક્ટ્રેસ બોલ્ડ ડ્રેસને ગ્રેસ સાથે કૅરી કરતી હોય છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાની નવી તસવીરો વાઇરલ થઈ છે. પ્રિયંકા ચોપરા આ તસવીરોમાં ફ્રન્ટ ઓપન ડ્રેસમાં જોવા મળી હતી.

પેરિસ ગઈ હતી
પ્રિયંકાએ સોમવાર, 6 જૂનના રોજ પેરિસમાં જાણીતી જ્વેલરી બ્રાન્ડની ઇવેન્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેની સાથે હોલિવૂડ એક્ટ્રેસ એની હેથવે તથા લીસા હતાં.

ઓરેન્જ ડ્રેસમાં પ્રિયંકા
પ્રિયંકા ઇવેન્ટમાં ઓરેન્જ ડ્રેપ સીક્વિન મેક્સી ડ્રેસમાં હતી. ફ્રન્ટ ઓપન ડિઝાઇન તથા ફૂલ સ્લીવ્સમાં એક્ટ્રેસ અલ્ટ્રા ગોર્જિયસ લાગતી હતી. પ્રિયંકાએ ક્લોથિંગ બ્રાન્ડ રાસારિયોના આઉટફિટ પહેર્યાં હતાં. આ મેક્સી ડ્રેસની કિંમત અંદાજે 1,95,987 રૂપિયા છે. પ્રિયંકાએ આ ડ્રેસ સાથે સ્નેક શેપનો નેકલેસ પહેર્યો હતો.

પ્રિયંકાએ સો.મીડિયામાં તસવીર શૅર કરી
પ્રિયંકાએ એની હેથવે તથા લીસા સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, 'અને અમે.. યુવતીઓ બસ મસ્તી કરવા ઈચ્છતા હતા.'

પ્રિયંકાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પ્રિયંકાએ 'સિટાડેલ' પહેલાં 'ટેકસ્ટ ફોર યૂ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકા છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. હવે તે આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે.

હાલમાં જ માતા બની
પ્રિયંકા સરોગસીની મદદથી દીકરી માલતી મેરી ચોપરા જોનસની માતા બની છે. માલતી 100 દિવસ હોસ્પિટલમાં રહી હતી.