દિવાળી 2021:પ્રિયંકા ચોપરાએ વિદેશમાં પતિ નિક જોનસ સાથે લક્ષ્મી પૂજા કરી, સેલિબ્રેશનની તસવીરો

લોસ એન્જલસ8 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં રહે, પરંતુ તે ભારતીય તહેવારો ઉજવવાનું ભૂલતી નથી. દિવાળીના દિવસે પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે લોસ એન્જલસ સ્થિત પોતાના ઘરમાં લક્ષ્મી પૂજા કરી હતી.

સો.મીડિયામાં તસવીરો શૅર કરી
પ્રિયંકા ચોપરાએ દિવાળી સેલિબ્રેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું, 'યા દેવી સર્વભૂતેષુ, લક્ષ્મી રુપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. દેવી મહાલક્ષ્મીના આશીર્વાદની સાથે અમે તેમની કૃપા માટે અમારા ઘરમાં આમંત્રિત કર્યા છે. હેપ્પી દિવાળી.' પ્રિયંકાએ પતિ સાથે લક્ષ્મી પૂજન કર્યું હતું.

પ્રિયંકા ચોપરા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી અને નિક વ્હાઇટ કુર્તા પાયજામામાં હતો. આ પહેલાં પ્રિ-દિવાળી સેલિબ્રેશનમાં પ્રિયંકા ગોલ્ડ તથા બેઝ રંગના લહેંગામાં જોવા મળી હતી.

તસવીરોમાં જુઓ પ્રિયંકા-નિકની લક્ષ્મી પૂજા...