દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ સો.મીડિયામાં પોતાની સરનેમ 'ચોપરા જોનસ' હટાવી દીધી હતી. આ જ કારણે ચર્ચા થવા લાગી હતી કે પ્રિયંકા ડિવોર્સ લેવાની છે. જોકે, આ માત્ર અફવા હતી અને તેણે પતિના કોમેડી શોના ભાગરુપે આમ કર્યું હતું. હવે પ્રિયંકાની ઓરેન્જ ડ્રેસમાં મોંઘીદાટ જ્વેલરીની તસવીરો વાઇરલ થઈ છે.
દુબઈમાં બ્રાન્ડ કલેક્શન લૉન્ચ કર્યું
પ્રિયંકાએ થોડાં સમય પહેલાં જ ઇટાલિયન લક્ઝૂરિયસ બ્રાન્ડ બવલગારીનું જન્નાહ કલેક્શન દુબઈમાં લૉન્ચ કર્યું હતું. સો.મીડિયામાં પ્રિયંકાએ લૉન્ચિંગની તસવીરો પણ શૅર કરી હતી, જેમાં તે ઓરેન્જ ડ્રેસની સાથે જન્નાહ કલેક્શનના નેકલેસ તથા ઇયરરિંગ્સમાં જોવા મળે છે.
18 કેરેડ ગોલ્ડમાં બનેલા આ નેકલેસની ડિઝાઇનમાં ફૂલની પાંચ પાંખડીઓ છે અને તેની વચ્ચે ડાયમંડ છે. ઇયરરિંગની પેટર્ન પણ આ જ રીતની છે.
કિંમત લાખોમાં
પ્રિયંકાએ પહેરેલા નેકલેસની કિંમત 24,34,599 રૂપિયા છે, જ્યારે ઇયરરિંગની કિંમત રૂ.22,72,246 છે.
પ્રિયંકાએ પતિ સાથેની તસવીર શૅર કરી
પ્રિયંકાએ 'થેંક્સગિવિંગ ડે' (25 નવેમ્બર) વિશ કરીને પતિ સાથેની રોમેન્ટિક તસવીર શૅર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.