તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનો ડ્રીમ પ્રોજેક્ટ:પ્રિયંકા પહેલી જ વાર પોતાની રેસ્ટોરાંમાં ગઈ, પાણીપુરીની મજા માણી

ન્યૂ યોર્ક3 મહિનો પહેલા

પ્રિયંકા ચોપરા પોતાના બિઝી શિડ્યૂઅલમાંથી સમય કાઢીને શનિવાર, 26 જૂનના રોજ પહેલી જ વાર ન્યૂ યોર્ક સ્થિત પોતાની નવી રેસ્ટોરાં સોનામાં આવી હતી. પ્રિયંકાએ સોનાની કેટલીક તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. પ્રિયંકાએ પોતાની રેસ્ટોરાંમાં ઇન્ડિયન ડિસની મજા માણી હતી. તેણે ઢોંસા તથા પાણીપુરી ખાધી હતી. પ્રિયંકા વેબ સિરીઝના શૂટિંગ માટે લંડન હતી અને આજથી જ તે રેસ્ટોરાંના લૉન્ચિંગમાં હાજર રહી શકી નહોતી.

પ્રિયંકાએ પોતાની રેસ્ટોરાંના વખાણ કર્યાં
પ્રિયંકાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મને વિશ્વાસ નથી થતો કે હું ફાઈનલી 'સોના' ન્યૂયોર્કમાં છું. હું મારા ત્રણ વર્ષનું પ્લાનિંગ અને મહેનત જોઈ રહ્યું છે. કિચનમાં જઈને ટીમને મળીને હું ભાવુક થઈ ગઈ. આ જ લોકોએ 'સોના'ને આટલી સારી બનાવી છે. મારા નામ પર બનાવવામાં આવેલો પ્રાઇવેટ ડાઇનિંગ રૂમ મિમીઝથી લઈને સુંદર ઈન્ટિરિયર, ઇન્ડિયન આર્ટિસ્ટની સુંદર આર્ટ, ટેસ્ટી ભોજન તથા ડ્રિંક. ન્યૂ યોર્ક શહેરની વચોવચ સોનાનો આ અનુભવ એકદમ યુનિક છે.'

થોડાં મહિના પહેલાં રેસ્ટોરાં શરૂ કરવાની જાણ કરી હતી
પ્રિયંકાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હું તમારી સામે 'સોના'ને રજૂ કરીને ઘણી જ ખુશ છું. ન્યૂ યોર્ક સિટીમાં એક નવી રેસ્ટોરાં, અહીંયા મેં ઇન્ડિયન ફૂડ માટે મારો પ્રેમ નાખ્યો છે. 'સોના' તે ઇન્ડિયન ફ્લેવર્સનું પ્રતીક છે, જેમની સાથે હું મોટી થઈ છું. મારી આ રેસ્ટોરાંનું કિચન શૅફ હરિ નાયક સંભાળશે. તે ઘણાં જ ટેલેન્ટેડ છે. તેમણે ઘણું જ સ્વાદિષ્ટ તથા ઈનોવેટિવ મેન્યૂ તૈયાર કર્યું છે. જે તમને આ શાનદાર દેશની ફૂડ જર્ની પર લઈ જશે. મારા આ પ્રયાસમાં મારા મિત્ર મનીષ ગોયલ તથા ડેવિડ રેબિનનો મહત્ત્વનો ફાળો છે. તેમના વગર આ શક્ય નહોતું. મારા આ વિઝન પર શાનદાર કામ કરવા માટે મારી પૂરી ટીમ તથા ડિઝાઈનર મેલિસા બોવર્સનો ઘણો જ આભાર.' આ પોસ્ટમાં પ્રિયંકાએ કહ્યું હતું કે પૂજાની તસવીરો 2019ની છે.

પ્રિયંકા આ બિઝનેસ સાથે જોડાયેલી છે
પ્રિયંકાનાં અન્ય બિઝનેસની વાત કરીએ તો તે એક્ટિંગ ઉપરાંત પ્રોડક્શન પણ કરે છે. 'પર્પલ પેબલ્સ પિક્ચર્સ'ના નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. પોતાના આ પ્રોડક્શન હાઉસ હેઠશ પ્રિયંકાએ 'ધ સ્કાય ઈઝ પિંક', 'ધ વ્હાઈટ ટાઈગર', 'વેન્ટિલેટર', 'સર્વન', 'પાહુના', 'ફાયરબેન્ડ', 'પાની' જેવી ફિલ્મ બનાવી છે. પ્રોડક્શન હાઉસ ઉપરાંત પ્રિયંકાએ હાલમાં જ હેર કેર પ્રોડક્ટ 'એનોમેલી' પણ લૉન્ચ કરી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ 'અનફિનિશ્ડ' બુક રિલીઝ કરી હતી.