સેન્સેશનલ:પ્રિયંકા ચોપરા બ્લેક બિકીની પહેરીને પૂલમાં એન્જોય કરતી જોવા મળી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયંકાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ગરમીમાં પૂલ કિનારે એન્જોય કરતી જોવા મળી હતી. બ્લેક બિકીનીમાં પ્રિયંકા ચોપરાની ટોન્ડ બૉડી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા બિકીની તસવીરને કારણે ચર્ચામાં છે.

પૂલમાં જોવા મળી
પ્રિયંકા ચોપરા બ્લેક બિકીની પહેરીને પૂલમાં જોવા મળી હતી. આ દરમિયાન તે 90ના દાયકાના બોલિવૂડ સોંગ્સ સાંભળતી હતી. પ્રિયંકા 'દિલ હૈ કી માનતા નહીં', 'નીલે નીલે અંબર પર...', 'બિન તેરે સનમ', 'બાહો મેં ચલે આઓ..' તથા 'ભીગી ભીગી...' ગીત એન્જોય કરતી હતી.

તસવીર-વીડિયો શૅર કરીને આ વાત કહી
પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, 'જ્યારે તમને સેલ્ફ કૅર માટે થોડાંક કલાકો મળી જાય તે પણ ત્યારે, જ્યારે તમે એના વિષે કંઈ જ વિચાર્યું ના હોય. સાઉન્ડ ઓન... શું તમે અવાજ સાંભળીને કહી શકો કે હું બોલિવૂડનું કયું ગીત સાંભળું છું?'

દીકરીનું નામ માલતી મેરી પાડ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપલે બાળકીના બર્થ સર્ટિફિકેટમાં માલતી મેરી ચોપરા જોનસ નામ લખ્યું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે માલતીનો જન્મ 15 જાન્યુઆરીના રોજ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાતના આઠ વાગ્યા પછી થયો હતો. માલતી શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ તથા ચાંદની (મૂનલાઇટ) થાય છે. તો મેરી લેટિન ભાષાના સ્ટેલા મેરિસમાંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ સમુદ્રનો તારો એવો થાય છે. બાઇબલમાં પણ આ નામ છે અને તેનો અર્થ ઇશુની માતા એવો થાય છે.

આ ફિલ્મમાં જોવા મળશે
પ્રિયંકા ચોપરા 'ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી', 'સીટાડેલ'માં જોવા મળશે. પ્રિયંકાએ બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા' પણ સાઇન કરી છે. આ ફિલ્મ રોડ ટ્રીપ પર આધારિત છે અને ફિલ્મમાં કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ છે.