તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PC નું ફ્યુચર પ્લાનિંગ:પ્રિયંકા ચોપરા નિક સાથે ઘણા બધા બાળકો ઈચ્છે છે, કહ્યું- બની શકે છે એક ક્રિકેટ ટીમ જ બની જાય

3 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. ટૂંક સમયમાં કરીના કપૂર ખાન પણ માતા બનવાની છે. હવે ફેન્સને પ્રિયંકા ચોપરાના ગુડ ન્યૂઝની રાહ છે. પ્રિયંકા પણ બાળકને લઈને ઘણી ઉત્સુક છે. તે નિક સાથે ઘણા બધા બાળકો ઈચ્છે છે, એટલા કે એક ક્રિકેટ ટીમ જ બની જાય. આ વાત પ્રિયંકાએ હાલ માં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી છે. આ દરમ્યાન તેણે પર્સનલ લાઈફ, લગ્ન, કરિયર અને બેબી પ્લાનિંગ પર ખુલીને વાત કરી છે.

જેટલા વધુ થઇ શકે એટલા બાળકો ઈચ્છું છું
ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાને તેના ફ્યુચર પ્લાનિંગને લઈને સવાલ પૂછવામાં આવ્યો. તેના પર પ્રિયંકાએ કહ્યું, 'હું જેટલા વધુ થઇ શકે એટલા બાળકો ઈચ્છું છું. બની શકે છે એક ક્રિકેટ ટીમ જ તૈયાર થઇ જાય.' પ્રિયંકા અને નિકે સગાઈના 5 મહિના પછી જ 2018માં લગ્ન કરી લીધા હતા.

કલ્ચર કે ઉંમરનો ફર્ક, અમારા સંબંધ વચ્ચે ક્યારેય ન આવ્યો
38 વર્ષીય પ્રિયંકાએ આ દરમ્યાન એવું પણ કહ્યું કે ભલે કલ્ચર કે ઉંમરનો ફર્ક હોય, પણ તેના અને નિકના સંબંધમાં આ બધું ક્યારેય નથી આવ્યું. તેમણે કહ્યું, 'અમને આ બધાથી જરાપણ પ્રોબ્લેમ નથી થઇ. એક નોર્મલ કપલની જેમ, તમારે એકબીજાની આદતોને સમજવાની હોય છે અને જોવાનું હોય છે કે તમારા પાર્ટનરને શું પસંદ છે અને શું નહીં. માટે મુશ્કેલીઓથી વધુ અમારા રિલેશનમાં એડવેન્ચર છે. અમારા બંને માટે આ જરાપણ મુશ્કેલ ન હતું.'

લોકડાઉનમાં રિલેશનશિપનું નવું મહત્ત્વ સમજાયું
પ્રિયંકાએ જણાવ્યું કે મહામારી દરમ્યાન તેને રિલેશનશિપનું નવું મહત્ત્વ સમજાયું. તેણે કહ્યું, 'લોકડાઉનમાં અમને સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો. જેના માટે હું ખુદને ભાગ્યશાળી માનું છું. કારણકે અમારા બંનેના પ્રોફેશન એવા છે જેમાં એક-બીજા માટે ટાઈમ કાઢવો ઘણો મુશ્કેલ હોય છે.'

નસીબદાર છું, મને નિક જેવો પાર્ટનર મળ્યો
પ્રિયંકાએ પોતાના 28 વર્ષીય પતિ નિકના સપોર્ટ માટે તેના વખાણ પણ કર્યા છે. તેણે કહ્યું કે હું નસીબદાર છું કે મને નિક જેવો પાર્ટનર મળ્યો. નિક મને ઘણો સપોર્ટ કરે છે. હું મારા પ્રોફેશનમાં જે કંઈપણ છું અથવા દુનિયા મને કઈ રીતે જુએ છે. હું માત્ર એક છોકરી છું જે પોતાના જીવનને બેટર રીતે જીવવા પ્રયાસ કરી રહી છે. આવું કરવામાં મારો સપોર્ટ કરવા માટે હું નિકની ઘણી આભારી છું. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ 'ટેક્સ્ટ ફોર યુ'નું શૂટિંગ લંડનમાં પૂરું કર્યું છે. આ સિવાય તે 'મેટ્રિક્સ'નું પણ શૂટિંગ પૂરું કરી ચૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો