સન્માનિત:પ્રિયંકા ચોપરા બાફ્ટા અવોર્ડ્સની પ્રેઝેન્ટર, ઓસ્કર અવોર્ડ્સનું હાલમાં જ નોમિનેશનની જાહેરાત કરી હતી

લંડન6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવોર્ડ શો રોબર્ટ અલ્બર્ટ હોલમાં 10-11 એપ્રિલે યોજાશે
  • પ્રિયંકાની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર' બાફ્ટામાં બે કેટેગરીમાં નોમિનેટ

પ્રિયંકા ચોપરા 74મો બાફ્ટા અવોર્ડની પ્રેઝેન્ટર્સની યાદીમાં સામેલ થઈ છે. આ જવાબદારી મેળવીને એક્ટ્રેસ ઘણી જ ખુશ છે. બ્રિટનના આ પ્રતિષ્ઠિત અવોર્ડનું આયોજન રોયલ અલ્બર્ટ હોલમાં 10 તથા 11 એપ્રિલના રોજ થશે. પ્રિયંકા આ અવોર્ડ ફંક્શનમાં એવોર્ડ કેટેગરીનું એલાન કરી ચૂકી છે. સામાન્ય રીતે આ અવોર્ડ શો ફેબ્રુઆરીમાં યોજાતો હોય છે, પરંતુ કોવિડ 19ને કારણે આ વર્ષે એપ્રિલમાં યોજાશે. આ પહેલાં પ્રિયંકાએ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી. પ્રિયંકા હાલમાં લંડનમાં છે.

બાફ્ટાએ સો.મીડિયા પેજમાં પ્રેઝેન્ટર્સની યાદીના એક્ટર્સ તથા એક્ટ્રેસની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે આ જાહેરાત કરીને ઘણાં જ રોમાંચિત છીએ કે બાફ્ટા કેટેગરીને પ્રેઝેન્ટ કરનારા ટોમ હિડલેસ્ટન, પ્રિયંકા ચોપરા જોનસ, જેમ્સ મેકઓવ, સિંથિયા એરિવો સહિતના સ્ટાર્સ હાજર રહેશે. તે તમામને તમે રવિવાર સાંજે 7 વાગે જોઈ શકશો.' 10 એપ્રિલના રોજ ક્લારા એમ્ફો અવોર્ડ્સની ઓપનિંગ નાઈટને હોસ્ટ કરશે. લેસ્લી ઓડોમ જુનિયર અવોર્ડ શોમાં 'સ્પીક નાઉ' પર પર્ફોર્મ કરશે.

બાફ્ટા અવોર્ડમાં પ્રિયંકાની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર'ને બે નોમિનેશન મળ્યા છે. રમીન બહરાની 'બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે' માટે નોમિનેટ થયા છે. આદર્શ ગૌરવ 'બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ' માટે નોમિનેટ થયો છે. આદર્શ ટ્રોફી માટે રિઝ અહમદ, ચેડવિક બોસ્ટન, એન્થની હોપકિન્સ, તાહર રહીમ તથા મેડ્સ મિકકેલ્સન સાથે સ્પર્ધા કરશે.

પ્રિયંકા આ કેટેગરી પ્રેઝેન્ટ કરશે
બાફ્ટા અવોર્ડમાં પ્રિયંકા ચોપરા EE બાફ્ટા અવોર્ડ રિપ્રેઝેન્ટ કરશે. આ કેટેગરી રાઈઝિંગ સ્ટાર અવોર્ડ્ નવી ટેલેન્ટને સન્માનિત કરે છે. પહેલાં આ કેટેગરી ઓરેન્જ રાઈઝિંગ સ્ટાર અવોર્ડ તરીકે ઓળખાતી હતી. જોકે, કમર્શિયલ કારણોસર હવે આ કેટેગરી EE બાફ્ટા તરીકે ઓળખાય છે.