સો.મીડિયા સેન્સેશનલ:પ્રિયંકા ચોપરા બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી, 'મેટ્રિક્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત

મુંબઈ5 મહિનો પહેલા
  • પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'મેટ્રિક્સ' 22 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થશે

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં ન્યૂ યોર્કમાં આગામી ફિલ્મ 'ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ'ના પ્રમોશન પૂરું કર્યું હતું. પ્રિયંકાએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ પણ શૅર કરી હતી. પ્રમોશન દરમિયાન પ્રિયંકા ચોપરાએ બ્લેક પારદર્શક આઉટફિટ પહેર્યાં હતાં.

બ્લેક આઉટફિટમાં પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ધ મેટ્રિક્સ મૂવી'ના પ્રમોશનનું રૅપ અપ. આ ફિલ્મ 22 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થશે.' શૅર કરેલી તસવીરોમાં પ્રિયંકા ચોપરા બ્લેક લેસવાળા આઉટફિટમાં જોવા મળે છે. આ આઉટફિટ ટ્રાન્સપરન્ટ છે.

હાલમાં જ પ્રિયંકાએ કહ્યું, IMDb લિંક જોડવી પડશે?
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે સવાલ કર્યો હતો કે શું તેણે પોતાની બાયોમાં IMDb (ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ)ની લિંક એટેચ કરવી પડશે? એક સમાચારમાં પ્રિયંકાને 'નિક જોનસની પત્ની' કહેવામાં આવી હતી. પ્રિયંકાએ આ સમાચારનું કટિંગ શૅર કરીને કહ્યું હતું કે આજે પણ આ બધું મહિલાઓ સાથે કેવી રીતે થઈ શકે. પ્રિયંકાએ કહ્યું હતું, 'મહેરબાની કરીને કહો કે હજી પણ મહિલાઓ સાથે આવું કેવી રીતે થાય? શું મારે મારા બાયોમાં મારી IMDb લિંક એટેચ કરવી પડશે?' પ્રિયંકાએ આ પોસ્ટમાં પતિ નિક જોનસને પણ ટૅગ કર્યો હતો.

હાલમાં જ 'સિટાડેલ'નું શૂટિંગ પૂરું કર્યું
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ 'સિટાડેલ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે. પ્રિયંકા બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા'માં કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.