તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લુક:પ્રિયંકા ચોપરાએ 'વી કેન બી હીરોઝ'નો ફર્સ્ટ લુક શૅર કર્યો, પહેલી જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે

મુંબઈ5 મહિનો પહેલા

પ્રિયંકા ચોપરાએ પોતાના બીજો નેટફ્લિક્સ ઓરિજિનલ પ્રોજેક્ટ 'વી કેન બી હીરોઝ'નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો, જેમાં તે એક બોસ લેડીની જેમ જોવા મળે છે. આ ફિલ્મ ચિલ્ડ્રન મૂવી છે. ફિલ્મને રોબર્ટ રોડ્રિગ્ઝ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં તમામ સુપર હીરોને એલિયન કિડનેપ કરી લે છે. આ તમામ સુપર હીરોને પરત લાવવા માટે બાળકો ભેગા થાય છે.

પ્રિયંકા પોતાના રોલ અંગે ઉત્સાહી
પ્રિયંકાએ ફર્સ્ટ લુક ફોટો શૅર કરીને કહ્યું હતું, 'ફાઈનલી આ છે, 'વી કેન બી હીરોઝ'નો ફર્સ્ટ લુક. ફિલ્મને રોબર્ટ રોડ્રિગ્ઝે ડિરેક્ટ કરી છે. નવા વર્ષના પહેલા દિવસે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. એક કિડ્સ ક્લાસિક મૂવી. રોબર્ટ આ પ્રકારની ફિલ્મ બહુ બનાવે છે. હું મારા પાત્રની ગુંચવાયેલી દુનિયાને તમારી સામે રજૂ કરવામાં ઉત્સાહી છું. ટૂંક સમયમાં કહીશ.'

ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ક્રિસ્ટીન સ્લેટર, ગાગા ગોસલિન, અકિરા અકરબર, એન્ડ્ર્યૂ ડિયાઝ, એન્ડી વૉકન, બૉયડ હોલબ્રુક, હાલા, રસેલ, લોટ્સ, લ્યોન, નાથન સહિતના કલાકારો છે.

પ્રિયંકાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પ્રિયંકા 'ધ વ્હાઈટ ટાઈગર'માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ઉપરાંત પ્રિયંકા 'મેટ્રિક્સ 4', 'સિટાડેલ' તથા એક કોમેડી ફિલ્મ તથા સેલીન ડાયોન સાથે રોમ-કોમ પણ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો