ચાઈલ્ડહૂડ મેમરીઝ:પ્રિયંકા ચોપરાએ આર્મી યુનિફોર્મ પહેરેલો ફોટો શેર કર્યો, કહ્યું- બાળપણથી જ પિતા જેવી બનવાની ઈચ્છા હતી

એક વર્ષ પહેલા

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી છવાઈ જનાર પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર તેના લેટ પિતાને યાદ કર્યા છે. આ ફોટો તેણે તેની મેમોયર 'અનફિનિશ્ડ'માં પણ યુઝ કર્યો છે. થોડા દિવસ પહેલાં જ તેણે પોતાની બુકનું કવર જાહેર કર્યું હતું જેને લઈને પીસી ઘણી ઉત્સુક છે.

બાળપણનો ફોટો શેર કરી લખ્યું, 'આ મારી અપકમિંગ બુકના આલ્બમનો એક ફોટો છે. મને પિતાનો આર્મી યુનિફોર્મ પહેરવો ખૂબ ગમતો, તેમની આજુબાજુ ફરતી. હું મોટી થઈને તેમના જેવી બનવા ઇચ્છતી હતી. તે મારા આદર્શ હતા. મારા પિતાએ મારી સાહસની ભાવનાને પ્રોત્સાહિત કરી. નાની હોવા છતાં હું હંમેશાં રોમાંચની શોધ અને કંઈક નવું કરવાની કોશિશમાં રહેતી હતી. હું હંમેશાં કંઈક નવું, કઈ એવું કરવા ઇચ્છતી હતી જે અગાઉ ક્યારેય ન થયું હોય અને તે જ મને આજે પણ રોજ, દરેક વસ્તુ માટે પ્રોત્સાહિત કરે છે.'

પિતાની યાદમાં હાથ પર ટેટૂ બનાવડાવ્યું

'ડેડીઝ લિલ ગર્લ' પ્રિયંકાએ પિતાની યાદમાં તેના ડાબા હાથ પર ટેટૂ કરાવ્યું છે.
'ડેડીઝ લિલ ગર્લ' પ્રિયંકાએ પિતાની યાદમાં તેના ડાબા હાથ પર ટેટૂ કરાવ્યું છે.

આર્મીમાં હતાં પેરેન્ટ્સ
પ્રિયંકાના પિતા આકાશ ચોપરા અને માતા મધુ ચોપરા બંને ઇન્ડિયન આર્મીમાં ફિઝિશિયન હતા. તેના પિતાનું મૃત્યુ 2008માં કેન્સરને કારણે થયું હતું. પ્રિયંકા તેના પિતાની ઘણી ક્લોઝ હતી અને તેના મૃત્યુ બાદ તેણે પિતાના અક્ષરે લખેલું 'ડેડીઝ લિલ ગર્લ'નું ટેટૂ તેના હાથ પર બનાવડાવ્યું.