પીસીની ખુશી:પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક 'અનફિનિશ્ડ'નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક

એક વર્ષ પહેલા

પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે.

પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે
પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર હશે, જ્યારે હું મારી પહેલી બુકની કોપી હાથમાં લઈશ, જોકે આ તો માત્ર કવર છે. મેં આને બુક પર કવર કરી દીધું જેથી ફીલ કરી શકું. હું આવતા મહિને આવનારી અનફિનિશ્ડની પહેલી કોપી માટે રાહ જોઈ શકું એમ નથી. પ્રિયંકાએ ઓક્ટોબરમાં બુક વિશે માહિતી શેર કરી હતી. પ્રિ-ઓર્ડરના આધારે તેણે કહ્યું હતું કે અનફિનિશ્ડ માર્કેટમાં આવ્યા પહેલાં 12 કલાકની અંદર એમેઝોન પર બેસ્ટ સેલિંગ બુક્સમાં સામેલ થઇ જશે. ત્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે અમેરિકામાં અમને 12 કલાકમાં જ નંબર 1 બનાવવામાં માટે આભાર. આશા છે તમને બધાને આ બુક ગમશે.

અચીવમેન્ટ:પ્રિયંકા ચોપરાનું મેમોયર ‘અનફિનિશ્ડ’ 12 કલાકમાં અમેરિકાની બેસ્ટ સેલિંગ બુક બની, એક્ટ્રેસે લખ્યું, ‘આશા છે તમને બુક ગમશે’

બુક લખવાનો અનુભવ શેર કર્યો હતો
પ્રિયંકાએ બુક પૂરી કર્યા બાદ તેનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે બધી માહિતી ભેગી કરી અને વિચાર્યું કે શું પાછળ છૂટી ગયું છે. હવે તેણે આ બુકનું કવર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પણ, ફોટો જોઈને કોઈપણ એમ જ કહેશે કે આ કવર નહીં પરંતુ બુક છે. પ્રિયંકાની ખુશી જોઈને એવું જ લાગે છે.