તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

થ્રોબેક:પ્રિયંકા ચોપરાએ તિનકા તિનકા સોન્ગની એક વીડિયો ક્લિપ શેર કરી લખ્યું, ઘણા લોકોને એમ હતું કે આ મેં જ ગાયું છે

4 મહિનો પહેલા

પ્રિયંકા ચોપરા હાલ લોસ એન્જલસમાં પતિ નિક જોનસ સાથે ક્વોરન્ટીનમાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકાએ એક પોસ્ટ શેર કરી છે. 2005ની તેની ફિલ્મ કરમના એક સોન્ગની વીડિયો ક્લિપ શેર કરી હતી. પોસ્ટના કેપ્શનમાં તેણે તેના ગ્લોબલ ફેન્સને હિન્દી ફિલ્મ્સમાં થતા પ્લેબેક સિંગિંગ વિશેની થોડી માહિતી આપી હતી.

પ્રિયંકાએ લખ્યું કે, તિનકા તિનકા સોન્ગ મારી શરૂઆતની ફિલ્મ્સમાંની એક ફિલ્મ કરમનું છે. 2005માં તે રિલીઝ થઇ હતી. જે લોકોને ખબર ન હોય તેમના માટે કે હિન્દી ફિલ્મ મોટાભાગના એક્ટર્સ માટે પ્લેબેક સિંગર યુઝ કરે છે અને હું ભાગ્યશાળી છું કે મારી ફિલ્મ્સમાં અદભુત સિંગર્સે અવાજ આપ્યા છે. પરંતુ જ્યારે આ સોન્ગ રિલીઝ થયું ત્યારે ઘણા બધા લોકોને એમ હતું કે આ મેં ગાયું છે પણ હકીકતમાં આ મારા ગમતા સિંગર્સમાંના એક અલીશાનો અવાજ છે. તેણે મારો ટોન એકદમ જાળવી રાખ્યો હતો, આભાર અલીશા. 

કરમ ફિલ્મને સંજય ગુપ્તાએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં હતો. હાલ તો પ્રિયંકા ચોપરા એક્ટ્રેસની સાથે સિંગર અને પ્રોડ્યુસર પણ છે.

અત્યારે ચાલી રહેલ મહામારી કોરોનાની સંકટની સ્થિતિમાં પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરતી રહે છે. તે વિવિધ ફંડ રેઝિંગ ઇવેન્ટમાં પણ સામેલ થતી રહે છે. આ ઉપરાંત તેણે અને નિક જોનસે ઘણા ચેરિટી ફંડ્સમાં તેમનું યોગદાન આપ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો