તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ ટેલ્સ:પ્રિયંકા ચોપરાનો ખુલાસો, પહેલા સૌથી લાંબી વેલનો રેકોર્ડ બનાવવા ઇચ્છતી હતી પણ 75 ફીટની વેલથી ગરદન અકળાઈ ગઈ હતી

12 દિવસ પહેલા

પ્રિયંકા ચોપરાએ તેના લગ્ન સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકા નીકના લગ્ન નિશ્ચિત રીતે ડ્રીમી વેડિંગ હતા પણ આ રોયલ લગ્નમાં તેને ડ્રેસને લીધે ઘણી તકલીફ થઇ હતી. આ ઘટના તેના ક્રિશ્ચ્યન વેડિંગની છે. પ્રિયંકાએ રાલ્ફ લોરેનનું ડિઝાઈનર વેડિંગ ગાઉન પહેર્યું હતું, જેની 75 ફીટ લાંબી વેલથી તેની ગરદનમાં દુખાવો થવા લાગ્યો.

રેકોર્ડ બનાવવા ઇચ્છતી હતી પીસી
ઓસ્ટ્રેલિયાના રેડિયો શો 'ધ કાઇલી એન્ડ જેકી'શોમાં આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકા સૌથી લાંબી વેલનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા ઇચ્છતી હતી. જોકે જ્યારે તેણે વેલને જોઈ કે તે કઈ વસ્તુ સાથે કોમ્પિટિશન કરી રહી હતી તો તેણે આ ચેલેન્જ લેવા વિશે વિચાર્યું પણ નહીં.

શોના કો-હોસ્ટ જેકી હેન્ડરસને જણાવ્યું કે ભલે પ્રિયંકા આ રેકોર્ડ બનાવવા ઇચ્છતી હતી પણ કોઈ અન્ય મહિલાએ આ રેકોર્ડ બનાવી દીધો જેણે 15 ફૂટબોલ મેદાન જેટલી લાંબી વેલ તેનાં લગ્નમાં પહેરી હતી.

પ્રિયંકાએ કહ્યું- માત્ર કલ્પના કરી શકું છું
ઇન્ટરવ્યૂ દરમ્યાન પ્રિયંકાએ કહ્યું- લગ્નના બે વર્ષ થઇ ગયા છે. તે દિવસ પછીથી આજ સુધી મને ગરદનમાં ખેંચાણ અનુભવાય છે. જો મારી વાળી 75 ફીટ લાંબી વેલ આટલી ભારે હતી જે મારા વાળમાં સીવવામાં આવી હતી, તો હું 15 ફૂટબોલ ફિલ્ડ્સ જેટલા તે ઘૂંઘટની માત્ર કલ્પના જ કરી શકું છું.

જ્યારે પીસીને ખબર પડી કે સૌથી લાંબા ઘૂંઘટવાળી મહિલાને જાણતી હતી તો તેણે કોમ્પિટિશન વિશે વિચાર્યું પણ નહીં. તે કહે છે- જ્યારે હું મારી વેલ વિશે વાતચીત કરી રહી હતી ત્યારે મેં તેને ગૂગલ પર જોઈ અને હું આ રેસમાંથી બહાર થઇ ગઈ હતી. મેં વિચાર્યું હું ભલે ગમે એટલી કોમ્પિટિટિવ હોય પણ આના માટે હું પ્રયાસ પણ કરવાની નથી.

પ્રિયંકાએ અમેરિકન સિંગર- એક્ટર નિક જોનસ સાથે 1 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરમાં હિન્દૂ અને ક્રિશ્ચ્યન રીતિ-રિવાજથી લગ્ન કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો