તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદની અપીલ:પ્રિયંકા ચોપરાએ કોરોનાથી લડાઈમાં ભારત માટે ફંડરેઝરની શરૂઆત કરી, વિશ્વભરના લોકોને ડોનેટ કરવાનું કહ્યું

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયંકાએ કહ્યું, ભારત મારું ઘર છે અને આ સમયે ઘાયલ છે
  • વાઈરસને હરાવવા માટે દરેકે આગળ આવવાની જરૂર છે

દેશમાં કોરોનાની બીજી લહેરે આંતક મચાવી દીધો છે. રોજ કોરોનાના નવા દર્દીઓ તથા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સતત વધતા આંકડાએ દેશની હેલ્થ સિસ્ટમને તોડી નાખી છે. દર્દીઓ માટે બેડ્સ, ઓક્સિજન તથા દવાઓની અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન સોનુ સૂદ, અક્ષય કુમાર, અજય દેવગન સહિતના બોલિવૂડ સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા છે. પ્રિયંકા ચોપરા હાલમાં લંડનમાં છે અને તેણે સો.મીડિયાના માધ્યમથી ભારતના લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં જ એક્ટ્રેસે એક વીડિયો શૅર કરીને વિશ્વભરના લોકોને મદદ માટે આગળ આવવાની વાત કરી હતી.

ભારત મારું ઘર છે અને આ સમયે ઘાયલ છે
પ્રિયંકા ચોપરાએ વીડિયોમાં કહ્યું હતું, ‘આપણે ચિંતા તથા દેખરેખ કરવાની આવશ્યકતા કેમ છે? આ અત્યારે સૌથી વધુ જરૂરી કેમ છે? હું લંડનમાં છું અને ભારતમાં રહેલા મારા પરિવાર, મિત્રો પાસેથી સાંભળી રહી છું કે કેવી રીતે હોસ્પિટલમાં જગ્યા નથી, ICUs નથી, એમ્બ્યૂલન્સ વ્યસ્ત છે, ઓક્સિજન સપ્યાલ ઓછો છે. સ્મશાનમાં એક સાથે અનેક શબોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે, કારણે કે મૃતકોની સંખ્યા વધારે પ્રમાણમાં છે. ભારત મારું ઘર છે અને આ સમય ઘાયલ છે.’

ગ્લોબલ કમ્યુનિટી તરીકે ચિંતા કરવાની જરૂરી
પ્રિયંકાએ આગળ કહ્યું હતું, ‘આપણે એક ગ્લોબલ કમ્યુનિટી તરીકે ચિંતા કરવાની જરૂર છે. હું તમને કહું છું કે આપણે કેમ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી તમામ લોકો સુરક્ષિત નહીં હોય ત્યાં સુધી કોઈ પણ સલામત નથી. તો મહેરબાની કરીને પોતાના સંસાધનોનો ઉપયોગ કરો અને પોતાની એનર્જીને આ રોગચાળાને રોકવામાં લગાવો. પ્લીઝ ડોનેટ કરો.’

પ્રિયંકા હાલમાં લંડનમાં છે
પ્રિયંકા હાલમાં લંડનમાં છે

વીડિયોમાં પોતાની વાત પૂરી કરતાં પ્રિયંકાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે બહુ જ લોકો ગુસ્સામાં હશે અને વિચારી રહ્યાં હશે કે આપણે કેમ આ જગ્યા પર છીએ? અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે. આપણે આ અંગે વાત કરીશું, પરંતુ પહેલાં જે વધુ કરવાની જરૂરી છે, તે કરીએ. પ્લીઝ ડોનેટ કરો. પોતાના સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરો. ભારતને તમારી જરૂર છે.’

મેં એક ફંડરેઝની શરૂઆત કરી છે, પ્લીઝ ડોનેટ કરો
વીડિયો કેપ્શનમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ગીવઈન્ડિયાની સાથે મળીને તેણે એક ફંડરેઝરની શરૂઆત કરી હતી. તણે કહ્યું હતું, ‘ભારત, મારું ઘર, કોવિડને કારણે ખરાબ હાલતમાં છે. આપણે બધાએ મદદ કરવાની જરૂર છે. લોકો રેકોર્ડ સંખ્યામાં મરી રહ્યા છે. દરેક જગ્યાએ બીમારી છે અને આ બહુ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. હું ગીવઈન્ડિયાની સાથે મળીને એક ફંડરેઝરની શરૂઆત કરું છું. ગીવઈન્ડિયા સૌથી મોટું ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતને કોવિડ રિલીફ આપે છે. તમે જે પણ કંઈ ડોનેટ કરી શકતા હો તે કરો. વાસ્તવમાં આનાથી એક ફરક પડે છે. અહીંયા 63 મિલિયન લોકો મને ફોલો કરે છે. જો તમે એક લાખ લોકો પણ 10 ડોલર ડોનેટ કરો છો તો આ ટોટલ 1 મિલિયન ડોલર થાય છે અને આ બહુ જ મોટી રકમ છે.’

વાઈરસને હરાવવાની જરૂર છે અને તમામે આગળ આવવાની જરૂર છે
પ્રિયંકાએ કેપ્શનમાં આગળ કહ્યું હતું, ‘તમારું ડોનેશન સીધી રીતે હેલ્થકેર ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઈક્વિપમેન્ટ, વેક્સિન સપોર્ટ માટે જશે. પ્લીઝ પ્લીઝ ડોનેટ. નિક તથા મેં પહેલાં જ ડોનેટ કર્યું છે અને અમે ભવિષ્યમાં પણ અમારું યોગદાન આપતા રહીશું. આપણે તમામે એ વાત જોઈ છે કે આ વાઈરસ કેટલે દૂર સુધી ફેલાઈ શકે છે. આપણી વચ્ચે ભલે ગમે તેટલું અંતર હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે દરેક વ્યક્તિ સલામત નહીં હોય ત્યારે કોઈ પણ સલામત નથી. આટલા બધા લોકોને અલગ અલગ રીતથી મદદ કરતા જોઈને સારું લાગે છે. આપણે આ વાઈરસને હરાવવાની જરૂર છે. આમ કરવામાં આપણે તમામની જરૂર છે. હું દિલથી તમામનો આભાર માનું છું. અત્યારે ડોનેટ કરો, લિંક ઈન બાયો.’