તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઈફ:પ્રિયંકા ચોપરાએ નિક જોનસને કિસ કરી, લિપસ્ટિકના નિશાનવાળી તસવીર વાઇરલ

લોસ એન્જલસ2 મહિનો પહેલા
  • પ્રિયંકા ચોપરાએ લિપસ્ટિકના નિશાનવાળી તસવીર સો.મીડિયામાં શૅર કરી
  • પ્રિયંકા પાછી લંડન પરત ફરી હોવાની ચર્ચા

પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ લોકપ્રિય કપલમાંથી એક છે. બંને સો.મીડિયામાં અવારનવાર રોમેન્ટિક ફોટો શૅર કરતાં હોય છે. હાલમાં જ પ્રિયંકાએ પતિની એક તસવીર શૅર કરીને કહ્યું હતું કે તે પતિને ઘણો જ મિસ કરે છે. જોકે, આ તસવીરમાં નિકના માથા પર લિપસ્ટિકનું નિશાન સ્પષ્ટ દેખાતું હતું

પ્રિયંકા પાછી લંડન ગઈ હોવાની ચર્ચા

હાલમાં જ પ્રિયંકા તથા નિકે બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડ 2021 સાથે અટેન્ડ કર્યા હતા. આ દરમિયાન બંનેની કેમિસ્ટ્રી જોવાલાયક હતી. હવે પ્રિયંકા પાછી લંડન પરત ફરી હોવાની શક્યતા છે. પ્રિયંકાએ સો.મીડિયામાં પતિની તસવીર શૅર કરી હતી, જેમાં નિકના કાનના ઉપરના ભાગે લિપસ્ટિકનું નિશાન જોવા મળ્યું હતું. આ તસવીર સાથે પ્રિયંકાએ પતિને મિસ કરતી હોવાની વાત કહી હતી.

હાલમાં જ પતિના વખાણ કરતી પોસ્ટ શૅર કરી હતી

બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડ 2021ની એક તસવીર પ્રિયંકાએ સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, 'પતિની પ્રશંસા ભરેલી પોસ્ટ. એક તૂટેલી પાંસળી પણ તને રોકી શકતી નથી. બેબી મને તારી પર ઘણો જ ગર્વ છે. તું જે પણ કરે છે, કામ પ્રત્યેની તારી ઈમાનદારી, બેસ્ટ આપવાનો પ્રયાસ, મને રોજ તારામાંથી પ્રેરણા મળે છે. હું તને ઘણો જ પ્રેમ કરું છું.'

પ્રિયંકાની આ પોસ્ટ પર માધુરી દીક્ષિતથી લઈ અનુષ્કા શર્મા સહિતના સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી. નિક જોનસે પત્નીની પોસ્ટ લાઈક કરીને કહ્યું હતું, 'હું તને વધુ પ્રેમ કરું છું.'

ઉલ્લેખનીય છે કે બિલબોર્ડ મ્યૂઝિક 2021 એવોર્ડ શોને પ્રિયંકા તથા નિકે હોસ્ટ કર્યો હતો. રેડ કાર્પેટ પર પ્રિયંકા ઘણી જ ગ્લેમરસ લાગતી હતી. તેણે થાઈ સ્લિટ નેટ ગાઉન પહેર્યું હતું. આ ઉપરાંત તેણે 9 લાખનો બેલ્ટ પહેર્યો હતો. પ્રિયંકા આ આઉટફિટમાં ઘણી જ હોટ લાગતી હતી.

બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડમાં પ્રિયંકા-નિક સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યાં