પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો ફેન્સની સાથે શરે કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાની નવી કારની સાથે જોવા મળી રહી છે. આ ઓલ ટેરેન વ્હીકલ (ATV)છે, જે તેને તેના પતિ નિક જોનસે ગિફ્ટ કરી છે. આ ફોટોને શેર કરતા પ્રિયંકાએ નિક જોનસને દુનિયાનો સારો પતિ ગણાવ્યો છે.
પ્રિયંકા ચોપરાએ શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક કારમાં બેઠેલી તસવીર શેર કરી છે. તે સ્ટીયરિંગ વ્હીલ પર એક હાથ રાખી ડ્રાઈવરની સીટ પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે. તેને ગાડીની મેચિંગના આઉટફિટ પહેર્યા છે. આ ATVને પ્રિયંકા માટે કસ્ટમાઈઝ્ડ કરી તેના પર મિસિસ જોનસ લખેલું છે. તે સાથે પ્રિયંકાએ કેપ્શન આપ્યું, 'નાઉ, ધેટ્સ અ રાઈડ..., થેંક્યુ નિક, હંમેશાં મારા કૂલ ક્યોશેંટને બહાર લાવવામાં મદદ કરવા માટે. #બેસ્ટ હસબન્ડ એવર, સેટ લાઈફ.'
નિક જોનસે એટલા માટે પ્રિયંકાને કાર ગિફ્ટ કરી છે, જેનાથી તે તેની અપકમિંગ સીરિઝ 'સિટાડેલ'ના સેટ પર સરળતાથી અવરજવર કરી શકે. પ્રિયંકા ચોપરા હાલ 'ગેમ ઓફ થ્રોન્સ'ના એક્ટર રિચર્ડ મેડેન સાથે સીરિઝના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે મુખ્ય ભૂમિકામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના એક્શન-પેક્ડ ન્યૂ લૂકની તસવીરો શેર કરતી રહે છે.
પ્રિયંકા ચોપરા હાલમાં અપકમિંગ હોલિવૂડ વેબ સિરીઝ 'સિટાડેલ'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. તેણે સિટાડેલના સેટ પરથી તસવીર શેર કરી હતી, જેમાં તેના ચહેરા પર લોહી નીકળતું હતું. તે સાથે જ પ્રિયંકાએ પોતાના ફેન્સને પૂછ્યું હતું કે પ્રિયંકા ચોપરાએ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'શું તમારો પણ ટફ ડે હતો? #actorslife #citadel #adayinthelife.' અમુક ફેન્સને લાગ્યું હતું કે અભિનેત્રીના ચહેરા પર શૂટિંગ દરમિયાન ઈજા લાગી છે, તો અમુક લોકોને લાગ્યું કે તે મેકઅપની સાથે પોઝ આપી રહી છે.
પ્રિયંકાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પ્રિયંકાએ 'સિટાડેલ' પહેલાં 'ટેકસ્ટ ફોર યૂ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકા છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. હવે તે આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે.
હાલમાં જ માતા બની
પ્રિયંકા સરોગસીની મદદથી દીકરી માલતી મેરી ચોપરા જોનસની માતા બની છે. માલતી 100 દિવસ હોસ્પિટલમાં રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.