પ્રિયંકા ચોપરા હાલમાં અપકમિંગ હોલિવૂડ વેબ સિરીઝ 'સિટાડેલ'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. પ્રિયંકાએ શૅર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેના ચહેરા પર ઈજા થઈ હતી અને લોહી નીકળતું હતું.
શું તમારો પણ ટફ ડે હતો?
પ્રિયંકા ચોપરાએ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'શું તમારો પણ ટફ ડે હતો? #actorslife #citadel #adayinthelife.' પ્રિયંકાની આ પોસ્ટ પર ચાહકો એક્ટ્રેસની તબિયત અંગે પૂછી રહ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે પ્રિયંકાને હોઠ તથા નાકની આસપાસ લોહી નીકળે છે. આંખો લાલ છે. પ્રિયંકા એક્શન સીક્વન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી.
આ પહેલાં પણ પ્રિયંકા ઘાયલ થઈ હતી
પ્રિયંકા આ પહેલાં પણ સિરીઝના શૂટિંગ સમયે ઘાયલ થઈ હતી. તે સમયે પ્રિયંકાએ બે તસવીરો શૅર કરી હતી. તેણે સવાલ કર્યો હતો કે આ બંને ઈજામાંથી કઈ અસલી અને કઈ નકલી? #Citadel. ચાહકોના ખોટા જવાબ બાદ પ્રિયંકાએ કહ્યું હતું કે આઇબ્રો પર થયેલી ઈજા અસલી તથા માથાની ઈજા નકલી છે.
સિરીઝમાં જાસૂસના રોલમાં જોવા મળશે
પ્રિયંકા આ વર્ષની શરૂઆતથી લંડનમાં વેબ સિરીઝ 'સિટાડેલ'નું શૂટિંગ કરતી હતી. સિરીઝમાં પ્રિયંકાએ જાસૂસનો રોલ પ્લે કર્યો છે. પ્રિયંકા ઉપરાંત રિચર્ડ મેડન તથા પેડ્રો લિએન્ડ્રો પણ છે. આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
પ્રિયંકાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પ્રિયંકાએ 'સિટાડેલ' પહેલાં 'ટેકસ્ટ ફોર યૂ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકા છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. હવે તે આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે.
હાલમાં જ માતા બની
પ્રિયંકા સરોગસીની મદદથી દીકરી માલતી મેરી ચોપરા જોનસની માતા બની છે. માલતી 100 દિવસ હોસ્પિટલમાં રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.