એક્ટ્રેસની મસ્તી:પ્રિયંકા ચોપરાએ બિકીનીમાં પતિ સાથે પૂલ કિનારે કરી મસ્તી, તસવીરો વાઈરલ

લોસ એન્જલસ3 મહિનો પહેલા
  • પ્રિયંકા ચોપરા વીકેન્ડમાં પતિની કોન્સર્ટ માટે ખાસ લંડનથી અમેરિકા આવી.

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં લોસ એન્જલસમાં પોતાના ઘરે પતિ સાથે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ સો.મીડિયામાં પતિ સાથેની બે તસવીરો શૅર કરી હતી. પ્રિયંકા ચોપરા બિકીનીમાં તો નિક શર્ટલેસ હતો અને બંને ઘણી જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

પ્રિયંકાએ સો.મીડિયામાં તસવીર શૅર કરી પ્રિયંકા એક તસવીરમાં રેડ તથા બ્લેક બિકીનીમાં છે. નિક શર્ટલેસ છે અને બ્લેક કલરનું બોટમ પહેર્યું છે. નિકના હાથમાં કાંટા-ચમચી છે. આ દરમિયાન તે પ્રિયંકાના બટ પર મસ્તી કરે છે. પ્રિયંકાએ આ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, 'બ્રેકફાસ્ટ.'

અન્ય એક તસવીરમાં પ્રિયંકા તડકામાં પૂલ કિનારે સૂતી છે અને આ તસવીર શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, 'રવિવાર આ રીતના હોવા જોઈએ.'

વીકેન્ડમાં અમેરિકા આવી
પ્રિયંકા ચોપરા વીકેન્ડમાં અમેરિકા આવી હતી. અહીંયા આવીને તેણે પતિ નિકની કોન્સર્ટમાં ભાગ લીધો હતો. જોનસ બ્રધર્સ (નિક, જો અને કેવિન) હાલમાં ટૂર પર છે અને આ ટૂરને 'રિમેમ્બર ધિસ' એવું નામ આપવામાં આવ્યું છે.

પ્રિયંકાની તસવીર પર યુઝર્સ રોષે ભરાયા
પ્રિયંકાની બિકીની તસવીરો કેટલાંક ચાહકોને પસંદ આવી છે તો કેટલાંક ગુસ્સે થયા છે. એકે કહ્યું હતું, 'દિવસની સૌથી ક્યૂટ અને સેક્સી તસવીર.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'કરી દીધું ભારતનું નામ રોશન.' અન્ય એકે કહ્યું હતું, 'ભારતના સંસ્કાર ભૂલી ગઈ'.'

પરિણીતીએ કહ્યું, આંખો બંધ કરી દીધી
પ્રિયંકાની કઝિન પરિણીતી ચોપરાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, 'જીજ અને મિમિ દીદી. તમે અહીંયા શું કરી રહ્યાં છો, પરિવાર સો.મીડિયામાં છે. આંખો બંધ કરીને લાઇક બટન પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો...'

લંડનમાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી
પ્રિયંકા ચોપરા લંડનમાં 'સીટાડેલ'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેણે શૂટિંગની તસવીર શૅર કરીને કહ્યું હતું કે સ્ટંટ દરમિયાન તે કેવી રીતે ઈજાગ્રસ્ત થઈ. આ તસવીરમાં એક તસવીરમાં તે રિયલમાં ઈજાગ્રસ્ત થઈ હતી અને એક તસવીરમાં નકલી લોહી બતાવવામાં આવ્યું હતું.

પ્રિયંકા ગયા વર્ષથી લંડનમાં છે
પ્રિયંકા ગયા વર્ષથી લંડનમાં છે. તેણે અહીંયા સેમ હ્યૂગન તથા સેલીન ડાયોનની સાથે 'ટેકસ્ટ ફોર યુ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકાએ પોતાની બાયોગ્રાફી 'અનફિનિશ્ડ' પણ લૉન્ચ કરી હતી.