બર્થ ડે સરપ્રાઈઝ:પ્રિયંકા ચોપરાએ નિક જોનસને બર્થ ડે પર શાનદાર સરપ્રાઈઝ આપી, સો. મીડિયા પર વીડિયો વાઈરલ

એક મહિનો પહેલા
  • પતિ માટે પ્રિયંકાની આ સરપ્રાઈઝ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે
  • પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 2018માં લગ્ન કર્યા હતા.

16 સપ્ટેમ્બરે અમેરિકન સિંગર અને એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસનો જન્મદિવસ હતો. નિકનો 29મો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પ્રિયંકા ચોપરા લોસ એન્જેલસ પહોંચી હતી. પ્રિયંકા ઘણા સમયથી યુકેમાં છે અને વેબ સીરીઝનું શૂટિંગ કરી રહી છે. ત્યારે નિકના બર્થ ડે પર તેને સરપ્રાઈઝ આપવા માટે તે યુકેથી લોસ એન્જેલસ પહોંચી હતી. પ્રિયંકા ચોપરાએ નિક માટે સરપ્રાઈઝ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેનો વીડિયો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયો વાઈરલ થયો
સરપ્રાઈઝ શું છે, શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે. વીડિયોમાં નિક ફાયર-ટિયર ગોલ્ફ થીમ કેકને આશ્ચર્યચકિત અંદાજમાં જોઈ રહ્યો છે. તેમજ નિકના બંને ભાઈ જો જોનસ અને કેવિન જોનસ ભાઈ માટે હેપ્પી બર્થ ડે સોન્ગ ગાય રહ્યા છે. નિક ટેબલ પર રાખેલું બર્થ ડે કાર્ડ ઉઠાવે છે. પછી જો તેની મજાક કરતા કહે છે- શું આ તારી પત્નીની તરફથી છે...આ સાંભળીને નિક કેકની તરફ આશાની નજરે જોવા લાગે છે.

પતિ માટે પ્રિયંકાની આ સરપ્રાઈઝ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. લોકો પ્રિયંકાને બેસ્ટ વાઈફ અને નિકને લકી મેન કહી રહ્યા છે. ઘણા લોકોએ નિકના બર્થડે સેલિબ્રેશન પર પ્રિયંકા હાજર ન હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો છે.પ્રિયંકા નિકના બર્થ ડે પર તેની સાથે થોડો સમય પસાર કરવા માટે જરૂરથી આવી હતી, પરંતુ તેની જલ્દી કામ પર પાછા જવું પડ્યું હતું.

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં પતિ તેને ગાલ પર કિસ કરતો જોવા મળે છે. તસવીરમાં એક બોર્ડ જોવા મળે છે જેના પર હેપ્પી બર્થ ડે નિક લખેલું છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 2018માં લગ્ન કર્યા હતા.

પરણીતિએ 'જીજૂ'ને બર્થ ડે વિશ કરી
પ્રિયંકા સિવાય તેની બહેન પરણીતિ ચોપરા એટલે કે નિકની સાળીએ પણ તેને બર્થ ડે વિશ કરી. પરણિતિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિક જોનસની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં તે નિક જોનસ, પ્રિયંકા ચોપરા અને મધુ ચોપરાની સાથે જોવા મળી રહી છે.