એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા પોતાનો 64મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ પ્રસંગે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર માતા મધુ ચોપરાને જન્મદિવસની શુભેચ્છા આપતાં દીકરી માલતી મારિયા જોનસની પણ તસવીર શેર કરી છે. આ ફોટોમાં ત્રણ જનરેશન એક સાથે જોવા મળી રહી છે. તેમજ પ્રિયંકાના પતિ નિકે પણ એક સુંદર ફોટો શેર કરી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
પ્રિયંકાએ શેર કર્યો માલતી સાથે ફોટો
પ્રિયંકાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પીએસ્ટ બર્થ ડે મમ્મા. તું હંમેશાં આવી જ રીતે હસતી રહે. લાઈફ માટે તારું એક્સાઈટમેન્ટ અને દરેક એક દિવસના અનુભવથી તું મને ઘણી પ્રેરણા આપે છે. તારી સોલો યુરોપ ટૂર બેસ્ટ બર્થ ડે સેલિબ્રેશન હતું. લવ યુ ટુ મૂન એન્ડ બેક નાની.’ ફેન્સથી માંડી સેલેબ્સે પણ ફોટો પર કમેન્ટ કરી મધુને બર્થ ડે વિશ કરી.
નિકે સાસુ મધુ ચોપરાને શુભેચ્છા પાઠવી
નિકે પોતાનાં સાસુ મધુ ચોપરાની સાથે ફોટો શેર કરી લખ્યું, ‘મારી ઈનક્રેડિબલ મધર ઈન લૉ મધુ ચોપરાને જન્મદિવસની શુભેચ્છા.’
આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે માત્ર પ્રિયંકા જ નહીં, પરંતુ તેની માતા પણ નિકને સોફ્ટબોલ મેચોમાં ચિયર કરે છે.
પ્રિયંકા-નિકે 2018માં લગ્ન કર્યાં હતાં
પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડી બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીઓમાંની એક છે. બંનેએ 2 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરના ઉમેદ ભવનમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીત-રિવાજથી લગ્ન કર્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.