તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં પ્રિયંકા ચોપરા લંડનમાં છે. અહીંયા બુધવાર, છ જાન્યુઆરીના રોજ પ્રિયંકાએ UKના કોવિડ 19ના નિયમોનો ભંગ કર્યો હતો. હાલમાં ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાથી 15 ફેબ્રુઆરી સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન હેઠળ સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપરા માતા મધુ ચોપરા સાથે સલૂનમાં જોવા મળી હતી.
પોલીસે કોઈને દંડ ફટકાર્યો નહીં
સૂત્રોના મતે, પોલીસ નોટિંગહિલના લેન્સડાઉન મ્યૂઝ સ્થિત સૂલનમાં સાંજે 5.40 વાગે આવી હતી. પોલીસે સલૂનના માલિકને મૌખિક રીતે કોવિડ 19ના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. પોલીસે સલૂનમાં હાજર કોઈને પણ દંડ ફટકાર્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે લંડનમાં રહે છે. તે લંડનમાં ફિલ્મ 'ટેક્સ્ટ ફોર યુ'ના શૂટિંગ માટે આવી હતી.
પોલીસ આવ્યા બાદ પ્રિયંકા બહાર જતી રહી
પોલીસને જ્યારે સલૂન ખુલ્લું હોવાની જાણ થઈ ત્યારે તે આવી હતી અને સૂલનમાં રહેલાં વ્યક્તિઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ હતી. સલૂનમાં સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જોશ વૂડ પણ હતો. પોલીસે તેને પણ ધમકાવ્યો હતો પરંતુ દંડ કર્યો નહોતો.
પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટ કરી
પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટે કરતાં કહ્યું હતું, 'સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મના શૂટિંગ માટે હેર કલર કરાવવા આવી હતી. જોશ વૂડ તેને હેર કલરી કરી આપવાનો હતો. સલૂન માત્રને માત્ર પ્રોડક્શન હાઉસ માટે ખોલવામાં આવ્યું હતું. તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સરકારી નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. સરકારી સલાહ પ્રમાણે, કોવિડ 19ની ગાઈડલાઈન સાથે ફિલ્મ તથા ટીવી પ્રોડક્શન ચાલુ રાખી શકાય છે. પોલીસને જરૂરી દસ્તાવેજો પણ બતાવવામાં આવ્યા હતા.'
હાલમાં જ ઈંગ્લેન્ડના વડાપ્રધાને લૉકડાઉનની જાહેરાત કરી
હાલમાં જ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જૉનસને UKમાં ત્રીજા લૉકડાઉનની જાહેરાત કરી હતી. કોવિડ 19ના નિયમો તોડવા પર પ્રિયંકા પર 10 હજાર પાઉન્ડનો દંડ લાગી શકતો હતો.
બ્રિટનમાં લૉકડાઉનને કારણે હેર, બ્યૂટી, નેલ, સલૂન, ટેટુ પાર્લર, સ્પા, મસાજ પાર્લર, પિયર્સિંગની દુકાનો બંધ છે. લૉકડાઉન હોવા છતાંય પ્રિયંકા ચોપરા સલૂનમાં ગઈ હતી.
પ્રિયંકા ચોપરા સલૂનમાંથી માતા સાથે બહાર આવી હતી, તે સમયની તસવીરો
સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપરાની મજાક ઉડી
@priyankachopra Why are you and your mum pictured at a salon getting your hair done when it's against the rules in the UK right now??!! Why are the rules different for you, who do you think you are?
— Luna (@Luna75131835) January 7, 2021
How’s the hair ? #PriyankaChopra
— micki b (@michaelabaker3) January 7, 2021
.@priyankachopra pic.twitter.com/3AOY3RXiB8
— ✨✨✨ (@UpdatesPC) January 7, 2021
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.