વાઇરલ તસવીરો:પ્રિયંકા ચોપરા પતિ સાથે ફ્રેન્ડના લગ્નમાં આવી, રેડ ડ્રેસમાં સેન્ટર ઑફ એટ્રેક્શન બની

ટેક્સાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક સાથે ફ્રેન્ડના લગ્નમાં ગઈ હતી. અમેરિકાના ટેક્સાસમાં યોજાયેલા આ લગ્નમાં પ્રિયંકા સેન્ટર ઑફ એટ્રેક્શન બની હતી. પ્રિયંકાએ ફ્રેન્ડના લગ્નની કેટલીક તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. પ્રિયંકા આ તસવીરોમાં ઘણી જ સુંદર લાગે છે.

રેડ ડ્રેસમાં પ્રિયંકાનો દિલકશ અંદાજ
પ્રિયંકા ચોપરાએ પોતાના ફ્રેન્ડ કોની ચેંગ તથા જેસીના લગ્નમાં હાજરી આપી હતી. પ્રિયંકાએ પતિ નિક સાથે પોઝ આપ્યા હતા. તે રેડ ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી.

ફ્રેન્ડ માટે પ્રાર્થના કરી
પ્રિયંકા ચોપરાએ લગ્નની તસવીરો સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, 'બે સુંદર લોકો ભેગા થઈ ગયા. કોની તથા જેસ તમારા બંનેનો પ્રેમ ઘણો જ સારો છે. તમે જીવનમાં હંમેશાં આ રીતે જ ખુશ રહો. અમને આમંત્રણ આપવા બદલ તમારો આભાર'

હાલમાં જ દીકરી સાથે જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા થોડાં સમય પહેલાં જ દીકરી સાથે ન્યૂ યોર્કમાં વેકેશન મનાવવા ગઈ હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં દીકરી સાથેની તસવીર પણ શૅર કરી હતી.

જાહેરમાં પ્રિયંકા-નિકે કિસ કરી હતી
પ્રિયંકા તથા નિકનો કિસિંગ વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બંને ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં 'ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલ'માં હાજર રહ્યા હતા. આ શોની હોસ્ટ પ્રિયંકા હતી. તેણે ભીડની સામે નિકને લિપ કિસ કરી હતી.

હાલમાં જ વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું
પ્રિયંકાએ લંડનમાં વેબ સિરીઝ 'સિટાડેલ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિરીઝ પહેલાં પ્રિયંકાએ 'ટેકસ્ટ ફોર યૂ'નું શૂટિંગ પૂરું કર્યું હતું. પ્રિયંકા છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળી હતી. પ્રિયંકાએ આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે ફિલ્મ 'જી લે ઝરા' સાઇન કરી હતી. જોકે, આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થતાં હવે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી.

રેસ્ટોરાં બાદ હોમવેર બ્રાન્ડ શરૂ કરી
તાજેતરમાં જ પ્રિયંકાએ ચોપરાએ નવી હોમવેર લાઇન 'સોના હોમ' લૉન્ચ કરી છે. ઉલ્લેખનીય છે કે 2021માં પ્રિયંકાએ ન્યૂ યોર્કમાં 'સોના' રેસ્ટોરાં શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...