આ છે બોલિવૂડની 'ધનસુંદરીઓ':પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર 300 કરોડથી વધુની સંપત્તિની માલિકણ છે, આ પણ છે સૌથી અમીર અભિનેત્રીઓ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીમાં ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપરા ભારતની સૌથી અમીર એક્ટ્રેસ

આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રીઓ કમાણીના મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એ-લિસ્ટર્સ એક્ટર્સને પણ ટક્કર આપવા લાગી છે. પહેલાં એક્ટ્રેસ અને એક્ટરની ફી વચ્ચે મોટો ગેપ હતો, જોકે હવે આ ગેપ પણ ઓછો થવા લાગ્યો છે. ઘણી એક્ટ્રેસ ફિલ્મો માટે 12થી 13 કરોડ ફી ચાર્જ કરે છે. જાણો ઈન્ડસ્ટ્રીમાં કોણ છે-

પ્રિયંકા ચોપરા

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીમાં ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપરા ભારતની સૌથી અમીર એક્ટ્રેસ છે. પ્રિયંકા ફિલ્મો સિવાય ફેશન બ્રાન્ડ, હેર પ્રોડક્ટ બ્રાન્ડ અને રેસ્ટોરાં બિઝનેસમાંથી મોટી કમાણી કરે છે. પ્રિયંકા બોલિવૂડ ફિલ્મો માટે 6થી 10 કરોડ રૂપિયા ફી લે છે.

કરિના કપૂર

ટૂંક સમયમાં લાલ સિંહ ચઠ્ઠામાં જોવા મળનારી કરિના કપૂર ખાન 450 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકણ છે. એક્ટ્રેસ દરેક ફિલ્મ માટે 8-12 કરોડ રૂપિયા ચાર્જ લે છે. સીતા ફિલ્મ માટે કરિનાએ 12 કરોડની ડિમાન્ડ કરી હતી, જેનાથી ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. ફિલ્મો સિવાય કરિના પાસે પૂમા, નેટમેડ્સ, ફૂડ ઓઈલ, બ્યુટી પ્રોડક્ટના ઘણા એન્ડોર્સમેન્ટ છે.

દીપિકા પાદુકોણ

બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસિસમાંથી એક દીપિકા પાદુકોણની નેટવર્થ 310 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસ ફિલ્મો માટે 12-14 કરોડ રૂપિયા લે છે. એ ઉપરાંત એક્ટ્રેસ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ મોટી કમાણી કરે છે.

કેટરિના કૈફ

એક્ટ્રેસ કેટરિના કૈફ 220 કરોડની સંપત્તિની માલિકણ છે. ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સિવાય કેટની ઈન્કમનો સોર્સ તેની બ્રાન્ડ કે-બ્યૂટી છે. આ એક બ્યૂટી પ્રોડક્ટ બ્રાન્ડ છે, જેને ભારતમાં ઘણી પસંદ કરવામાં આવે છે.

ઐશ્વર્યા રાય

ટૂંક સમયમાં પોન્નિયન સેલ્વન ફિલ્મમાં જોવા મળનારી ઐશ્વર્યા રાય ભારતની સૌથી અમીર એક્ટ્રેસિસમાંથી એક છે. એશ ફિલ્મો માટે 5-6 કરોડ રૂપિયા ફી લે છે. અમુક જ ફિલ્મોમાં જોવા મળતી હોવા છતાં એશની પાસે ઘણી બ્યૂટી બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ છે.

કાજોલ

એક જમાનાની સૌથી હિટ એક્ટ્રેસ રહી ચૂકેલી કાજોલ 180 કરોડની સંપત્તિની માલિકણ છે. એક્ટ્રેસ દરેક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ફી લે છે. કાજોલે મુંબઈમાં પોતાનું એપાર્ટમેન્ટ પણ ભાડા પર આપ્યું છે, જેનાથી તેને સારીએવી કમાણી થાય છે.

અનુષ્કા શર્મા

ટૂંક સમયમાં ચકદા એક્સપ્રેસથી એક્ટિંગ કમબેક કરનારી અનુષ્કા શર્માની નેટવર્થ 220 કરોડ રૂપિયા છે. અનુષ્કાએ રજનીગંધા પર્લ્સ, રેમન્ડ, નિવિયા જેવી ઘણી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. આ એન્ડોર્સમેન્ટ માટે એક્ટ્રેસ કરોડોમાં ફી લે છે.

અન્ય સમાચારો પણ છે...