તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટિશ સરકારે કોરોનાના નવો સ્ટ્રેનને જોઈને ફરી એકવાર લોકડાઉન કરી દીધું છે. આ અગાઉ કરતાં વધુ ખતરનાક છે. આવામાં બ્રિટનમાં ટ્રાવેલ પણ બેન થયું છે. પ્રિયંકા ચોપરા અને આફતાબ શિવદસાની આ નિર્ણયને કારણે ત્યાં ફસાયા છે. રિપોર્ટ્સ મુજબ, પ્રિયંકા ચોપરા ત્યાં તેની હોલિવૂડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ કરી રહી છે.
ફિલ્મમાં તેની સાથે હ્યુગન કામ કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર જિમ સ્ટ્રોસ છે. એવું જણાવાઈ રહ્યું છે કે ફિલ્મનું મેનેજમેન્ટ કાસ્ટ અને ક્રૂ બને એટલી ઝડપથી અમેરિકા પાછા જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
US કમબેક માટે સ્પેશિયલ પરમિશનની ટ્રાય
સૂત્રોએ જણાવ્યું કે પ્રોડક્શન ટીમે પ્રોડક્શન વર્ક અટકાવી દીધું છે. અત્યારે પ્રાથમિકતા કાસ્ટ અને ક્રૂને સેફ રાખવાની અને તેમને ઝડપથી અમેરિકા પરત મોકલવાની છે. સ્પેશિયલ પરમિશન લેવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પણ નિયમ અગાઉ કરતા વધુ કડક હોવાને કારણે સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે. એટલે બની શકે છે કે પ્રિયંકા અને બાકી યુનિટ થોડા સમય માટે બ્રિટનમાં જ રોકાય.
પ્રિયંકાએ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે ફેસ શિલ્ડ સાથે હતી. તેણે જણાવ્યું હતું કે 2020માં શૂટિંગ કઈ રીતે થઇ રહ્યું છે. રોજ ટેસ્ટ થાય છે, ફેસ માસ્ક લગાવવામાં આવે છે, સ્પેશિયલ સિક્યોર ઝોનમાં શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય દરેક શોટ પછી માસ્ક લગાવવું જરૂરી છે. તેણે કહ્યું હતું કે ખુદ સુરક્ષિત રહીને બીજાને સુરક્ષિત રાખો અને પોતાનું કર્તવ્ય નિભાવો. પોઝિટિવ રહો અને ટેસ્ટ નેગેટિવ આવે.
પત્ની અને દીકરી સાથે ઇંગ્લેન્ડ આવ્યો હતો આફતાબ
ટ્રાવેલિંગ કરનારો આફતાબ પણ બ્રિટનમાં ફસાઈ ગયો છે. તે પત્ની અને દીકરી સાથે ઇંગ્લેન્ડ ગયો હતો. તેને ભારત આવીને પોતાના હોમ પ્રોડક્શન સાથે કામ શરૂ કરવાનું હતું. તેમણે કહ્યું કે નવા પ્રોજેક્ટની ડેટને લઈને વાત ચાલી રહી છે, જોકે આ પ્રોજેક્ટ જાન્યુઆરી પહેલાં શરૂ નહીં થઇ શકે. ક્રિસમસ પ્લાન વિશે તેણે કહ્યું હતું કે અમે લોકો સાર્વજનિક જગ્યાઓ પર નહીં જઈએ કારણકે દીકરી હજુ નાની છે. અમે કોઈ જોખમ લેવા માગતાં નથી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.