ન્યૂ અનાઉન્સમેન્ટ:ફરહાન અખ્તરની રોડ ટ્રિપ મૂવી 'જી લે ઝરા'માં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ જોવા મળશે

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરહાન અખ્તરની આ ફિલ્મ 2023માં રિલીઝ થાય તેવી શક્યતા છે.

પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ ત્રણેય ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા'માં સાથે જોવા મળશે. ફરહાન અખ્તર 'ડોન 2' બાદ આ ફિલ્મથી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યો છે.

સો.મીડિયામાં મોશન પોસ્ટર શૅર કર્યું
ફિલ્મનું મોશન પોસ્ટર પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ તથા ફરહાન અખ્તરે સો.મીડિયામાં શૅર કર્યું છે. આ મોશન પોસ્ટરમાં પ્રિયંકા, કેટરીના તથા આલિયાના નામ લખેલા છે અને કાર જોવા મળે છે. કારની અંદર ભારતના અનેક સ્થળોના કોલાજ છે.

છેલ્લે 2011માં ફરહાને ફિલ્મ ડિરેક્ટ કરી હતી
ફરહાન અખ્તરે છેલ્લે 2011માં 'ડોન 2' ડિરેક્ટ કરી હતી. 10 વર્ષ બાદ ફરહાન અખ્તર ડિરેક્ટરની ખુરશીમાં બેસેલો જોવા મળશે. 'જી લે ઝરા'ને ઝોયા અખ્તર, ફરહાન અખ્તર તથા રીમા કાગતીએ લખી છે. આ ફિલ્મને રીમા, ઝોયા, રિતેશ સિધવાણી તથા ફરહાન ફ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે તેમ માનવામાં આવે છે.

આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'RRR', 'બ્રહ્માસ્ત્ર' તથા 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ઉપરાંત તે હોમ પ્રોડક્શન ફિલ્મ 'ડાર્લિંગ્સ'માં શૈફાલી શાહ સાથે જોવા મળશે. પ્રિયંકા ચોપરા છેલ્લે હિંદી ફિલ્મ 'સ્કાય ઈઝ પિંક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ફરહાન અખ્તર હતો. કેટરીના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'ફોન ભૂત'માં ઈશાન ખટ્ટર તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. આ ઉપરાંત 'ટાઇગર 3'માં સલમાન ખાન સાથે કામ કરી રહી છે.