રેખાની ભાણી કોણ છે?:પ્રિયા સેલ્વારાજની તસવીરો સો.મીડિયામાં વાઇરલ, યુઝર્સે એક્ટ્રેસની કાર્બન કોપી ગણાવી

મુંબઈએક મહિનો પહેલા

67 વર્ષીય રેખાનો જાદુ આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કાયમ છે. રેખા ભલે ફિલ્મમાં જોવા મળે કે ના મળે, પરંતુ તે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. હાલમાં રેખાની ભાણી પ્રિયા સેલ્વારાજની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

સાવકી બહેનની દીકરી
પ્રિયા સેલ્વારાજ ડૉ. કમલા સેલ્વારાજની દીકરી છે. પ્રિયા ગ્લેમર વર્લ્ડ સાથે બિલકુલ જોડાયેલી નથી. તે માતાની જેમ ડૉક્ટર છે. જોકે પ્રિયા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. પ્રિયાનો ચહેરો માસી રેખા સાથે ઘણો જ મળતો આવે છે. આ જ કારણે પ્રિયાની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. પ્રિયા સેલ્વારાજના પિતા પણ ડૉક્ટર હતા. 2020માં કોરોનાને કારણે તેમનું અવસાન થયું હતું. પ્રિયાને એક દીકરો છે.

રેખાની કાર્બન કોપી
પ્રિયાની તસવીરો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે તેને રેખાની કાર્બન કોપી કહી હતી. ઘણા યુઝર્સે પ્રિયાને ગોર્જિયસ ગણાવી હતી.

રેખાને છ બહેનો ને એક ભાઈ
રેખાના પિતા જેમિની ગણેશન તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. તેમણે ચાર લગ્ન કર્યા હતા. ગણેશને પહેલી પત્ની અલામેલુથી ચાર દીકરી (રેવતી, કમલા, નારાયણી તથા જયા), બીજી પત્ની પુષ્પાવલીથી બે દીકરી (રેખા તથા રાધા), જ્યારે ત્રીજી પત્ની સાવિત્રીથી એક દીકરી (વિજયા) ને એક દીકરો (સતીષ) છે. ચોથી પત્ની જુલિયાનાથી કોઈ સંતાન નહોતું.

રેખાની છ બહેનો ને ભાઈ શું કરે છે?

1. રાધાઃ રેખાની સગી બહેન રાધા છે. તેણે પણ બહેનની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. રાધાએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. લગ્ન બાદ તેણે ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું છે અને તે પરિવાર સાથે રહે છે.

2. ડૉ. રેવતી સ્વામિનાથનઃ રેવતી અમેરિકામાં જાણીતી ડૉક્ટર છે. તે ઓન્કોલૉજિસ્ટ છે.

3. ડૉ. કમલા સેલ્વરાજઃ ડૉ. કમલા ચેન્નઇમાં GG હોસ્પિટલ ચલાવે છે. તેણે પિતા જેમિની ગણેશનના નામથી હોસ્પિટલ બનાવી છે.

4. નારાયણી ગણેશનઃ નારાયણી ગણેશન અંગ્રેજી ન્યૂઝપેપરમાં એસોસિયેટ એડિટર તરીકે કામ કરે છે. તે પર્યાવરણ, વિજ્ઞાન, ફિલોસોફી તથા હેરિટેજ અંગેના આર્ટિકલ લખે છે.

5. વિજયા ચામુંડેશ્વરીઃ વિજ્યા લોકપ્રિય ઇન્ડિયન ફિટનેસ એક્સપર્ટ છે. વિજ્યાની માતા સાવિત્રી સાઉથ ઇન્ડિયન સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ છે.

6. ડૉ. જયા શ્રીધરઃ જયા શ્રીધર ડૉક્ટર છે. તે ઇન્ટર ન્યૂઝ નેટવર્કમાં હેલ્થ એડવાઇઝર તરીકે પણ કાર્યરત છે.

7. સતીષ કુમાર ગણેશનઃ સતીષ કુમાર પરિવાર સાથે વિદેશમાં રહે છે.