પ્રશંસા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુપમ ખેરનું નવું પુસ્તક પસંદ આવ્યું, પત્ર લખીને વખાણ કર્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પોઝિટિવ વાતોથી યુવાનોને મોટિવેટ કરવાનો પ્રયાસ કરતા હોય છે. અનુપમ ખેરે લૉકડાઉન દરમિયાન 'યોર બેસ્ટ ડે ઈઝ ટુડે' નામનું પુસ્તક લખ્યું હતું. આ બુક પબ્લિશ થતાં સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બુકના વખાણ કર્યાં છે.

PM મોદીએ અનુપમ ખેરને પત્ર લખ્યો
PM મોદીએ અનુપમ ખેરને પત્ર લખીને લખાણ કર્યાં છે. પત્રમાં તેમણે પુસ્તક ઘણું જ પસંદ આવ્યું હોવાની વાત કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, 'પુસ્તકની શરૂઆતમાં જ તમે બતાવ્યું કે બુકનું ટાઈટલ વાસ્તવમાં તમને માતાએ આપેલી શીખ છે. તમારી માતા દુલારી હંમેશાં હકારાત્મક રહ્યાં છે. તમે પણ સફળતાની ટોચે છે. મને લાગે છે કે આ જ તાકાતને કારણે તમે તથા તમારો પૂરો પરિવાર મુશ્કેલ ઘડીમાં તૂટ્યા નહીં અને અડીખમ ઊભા રહ્યાં.'

મોદીએ આત્મનિર્ભર ભારતનો અર્થ સમજાવ્યો
આ પત્રમાં વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતની પણ વાત કરી છે. તેમણે કહ્યું હતું, 'મને પૂરો વિશ્વાસ છે કે ભારત તથા દરેક ભારતીયનું આ જમીન પર આપેલું યોગદાન ઘણું જ મહત્ત્વનું સાબિત થશે. હું કહું છું કે અહીંથી જ આત્મનિર્ભર ભારતની શરૂઆત થાય છે. આ પુસ્તક મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાનો સંદેશ આપે છે.'

અનુપમ ખેરે શું પ્રતિક્રિયા આપી?
વડાપ્રધાન મોદીનો પત્ર મળ્યા બાદ અનુપમ ખેર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, 'મને આનંદ થયો કે તમે મારું પુસ્તક વાંચવા માટે સમય કાઢ્યો. તમે એક મહાન નેતા છો. મને વિશ્વાસ છે કે તમે વડાપ્રધાન છો ત્યાં સુધી આ દેશ જરૂરથી જગતગુરુ બનશે.'