તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Prime Minister Narendra Modi Congratulated Lata Mangeshkar On Her Birthday, Says I Consider Myself Fortunate To Have Always Received Her Affection And Blessings

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વર કોકિલાનો જન્મદિવસ:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને જન્મદિવસની વધામણી આપી, કહ્યું- ખુદને નસીબદાર માનું છું કે મને હંમેશાં તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતા રહ્યા છે

2 મહિનો પહેલા
લતા મંગેશકર પણ હંમેશાં પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપે છે. (ફાઈલ ફોટો)

લતા મંગેશકર આજે સોમવારે 91 વર્ષનાં થઈ ગયાં છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બરે 1929માં ઇન્દોરમાં પંડિત દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. તેઓ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે. તેમના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના સામાન્ય લોકોથી લઈને સેલેબ્સે તેમને જન્મદિવસની શુભેચ્છા આપી છે.

મોદીએ લખ્યું છે કે 'આદરણીય લતા દીદી સાથે વાત કરી અને તેમને જન્મદિવસની શુભકામના આપી. તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરું છું. લતા દીદી દેશભરમાં જાણીતું નામ છે. હું ખુદને નસીબદાર માનું છું કે મને હંમેશાં તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતો રહ્યો છે.'

ધર્મેન્દ્રે એક વિડિયો શેર કરીને શુભેચ્છા આપી
એક્ટર ધર્મેન્દ્રે લતાજીને જન્મદિવસની શુભેચ્છા આપવા ફિલ્મ 'ચુપકે -ચુપકે'ના તેમણે ગાયેલા સોન્ગનો વિડિયો શેર કર્યો. એમાં ખુદ ધર્મેન્દ્ર દેખાઈ રહ્યા છે.

કંગના રનૌતે કર્મયોગી ગણાવ્યાં
એક્ટ્રેસ કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા મારફત લતા દીદીને વિશ કર્યું કે 'મહાન લતા મંગેશકરજીને જન્મદિવસની ઘણી શુભકામના. અમુક લોકો જે પણ કરે છે એ એક મનથી અને સમગ્ર ધ્યાન લગાવીને કરે છે. તેને લીધે તેઓ માત્ર તેમાં પારંગત થાય છે એટલું નહીં પરંતુ તેઓ તે કામના પર્યાય પણ બની જાય છે. આવા જ એક શાનદાર કર્મયોગીને મારા નમન.'

રિતેશ દેશમુખે મરાઠીમાં વધામણી આપી
રિતેશે લખ્યું, 'આદરણીય લતા મંગેશકરજી, તમને જન્મદિવસની ઘણી શુભકામનાઓ. ભગવાન તમને ભરપૂર પ્રમાણમાં સારું સ્વાસ્થ્ય અને જીવનના આશીર્વાદ આપે.'

શંકર મહાદેવન

સાઈના નેહવાલે પણ વિશ કર્યું

સિંગર મિકા સિંહે પણ શુભેચ્છા આપી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો