તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે. જોકે, આ વીડિયો પર સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર ડીડન પાંડેએ લખ્યું છે કે, ‘આ રીતે ટેસ્ટ કરાવવા એ યોગ્ય નથી.’ પાંડે સાથે બીજા પણ કેટલાક લોકોએ આટલા બધા ટેસ્ટને અયોગ્ય ગણાવ્યા છે.
View this post on InstagramA post shared by Preity G Zinta (@realpz) on Oct 20, 2020 at 3:03am PDT
જણાવ્યું શું છે બાયો બબલ IPL
પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPL થઇ શક્યો છે.
અમ્પાયરિંગ પર પ્રીતિ ભડકી ગઈ હતી
બબલી ગર્લના નામથી ફેમસ પ્રીતિ આ સીઝન દરમ્યાન સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢતી પણ દેખાઈ હતી. જ્યારે તેણે દિલ્હી સાથે થયેલી મેચમાં અમ્પાયરિંગ પર ટ્વીટ કર્યું હતું. 21 સપ્ટેમ્બરે તે ટ્વીટ કરવા સુધીમાં પ્રીતિએ 5 વખત કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. આ વાત લખીને તે બોલી હતી કે એક શોર્ટ રને મને કોવિડ ટેસ્ટથી ઘણી વધુ તકલીફ આપી.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.