તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Preity Zinta Gets Angry With Fans: Actress Gives A Sarcastic Reply To Those Who Troll Her Mother In Law, Says Fame Does Not Work In Family Love And Respect Does

ટ્રોલર્સ પર પ્રિટી ઝિંટા ગુસ્સે થઈ:એક્ટ્રેસે તેની સાસુને ટ્રોલ કરનારાને સણસણતો જવાબ આપી કહ્યું, ‘પરિવારમાં ફેમ નહીં પણ લવ અને રિસ્પેક્ટ કામ કરે છે’

3 મહિનો પહેલા
  • મધર્સ ડે પર પ્રિટી ઝિંટાએ સાસુનો ફોટો પોસ્ટ કરીને તેમને થેંક્યું કહ્યું
  • યુઝરે પ્રિટીની પોસ્ટમાં ડિસરિસ્પેક્ટફુલ કમેન્ટ લખી હતી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિટી ઝિંટાએ મધર્સ ડે પર સોશિયલ મીડિયા પર પોતાની સાસુ સાથેનો ફોટો પોસ્ટ કરી એક નોટ પણ શેર કરી હતી. કમેન્ટ સેક્શનમાં એક યુઝરે કમેન્ટ કરીને એક્ટ્રેસની સાસુને ટ્રોલ કરી ત્યારે પ્રિટીએ કહ્યું, પરિવાર માટે ફેમ કામમાં આવતી નથી. પ્રેમ અને રિસ્પેક્ટનું મહત્ત્વ વધારે છે.

પ્રિટીએ સાસુને થેંકયુ કહ્યું
પ્રિટીએ ફોટો કેપ્શનમાં લખ્યું, મારી બીજી માતાને હેપ્પી મધર્સ ડે. મારા સપનાના માણસનો ઉછેર કરવા માટે થેંકયુ અને મને પ્રેમ કરવા, બગાડવા અને મને વહુ કરતાં વધારે દીકરીની જેમ પ્રેમ કરવા માટે થેંક્યું.

યુઝરે પ્રિટીની પોસ્ટમાં ડિસરિસ્પેક્ટફુલ કમેન્ટ લખી
પોસ્ટ શેર કર્યાને થોડા જ સમયમાં તેના ચાહકોએ પ્રેમ વરસાવવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે એક્ટ્રેસની સાસુ માટે ડિસરિસ્પેક્ટફુલ કમેન્ટ લખી. યુઝરે લખ્યું, આ ફેમને લીધે છે, આ લેવલ પર આવીને કોઈ પણ મધર-ઇન-લો સ્પોઈલ કરશે જ. આ કમેન્ટ પત જવાબ આપતા પ્રિટીએ લખ્યું, ફેમ પરિવારમાં કામ આવતી નથી, પ્રેમ અને રિસ્પેક્ટ કામમાં આવે છે.

5 વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા
ફિલ્મ્સથી દૂર પ્રિટી ઝિંટા હાલ સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે કે પ્રિટીએ વર્ષ 2016માં લોંગ ટાઈમ બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે અમેરિકામાં લગ્ન કર્યા હતાં. પ્રિટી છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...