સોનમ કપૂર હાલમાં પ્રેગ્નન્ટ છે. એક્ટ્રેસ ઓગસ્ટના ત્રીજા વીકમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. સોનમ કપૂર પ્રેગ્નન્સી ફૅઝને એન્જોય કરી રહી છે. સોનમના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળે છે. હાલમાં જ સોનમ બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી.
સોનમે તસવીરો શૅર કરી
સોનમ કપૂરે સો.મીડિયામાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને સોનમ કપૂરે કહ્યું હતું, 'ક્ફતાન સાથેનું જીવન મારા બેબી સાથે.'
માતાએ કમેન્ટ કરી
સોનમની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. સોનમની માતા સુનીત કપૂર કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.
સોનમ કપૂરે માર્ચ મહિનામાં બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરીશું, બે હૃદય. જે તારા દરેક પગલા પર એક સૂરમાં ધડકશે. એક પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી.'
2018માં લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'AK vs AK'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં કામ કર્યું હતું. સોનમ કપૂર હવે 'બ્લાઇન્ડ'માં જોવા મળશે. આ ફિલ્મ કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રિમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.