પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટ ભારત પરત:એરપોર્ટ પર પતિ રણબીર કપૂરને જોતાં જ ભેટી પડી ને જોરથી બૂમ પાડી

મુંબઈ3 મહિનો પહેલા
  • આલિયા ભટ્ટ હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કરીને ભારત પરત ફરી

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ શનિવાર, 9 જુલાઈની રાત્રે મુંબઈ પરત ફરી હતી. આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. આલિયા ખાસ્સા સમય બાદ લંડનથી મુંબઈ પરત ફરી છે. લંડનમાં તે અપકમિંગ હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કરતી હતી. આ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. એરપોર્ટ પર રણબીરે આલિયાને સરપ્રાઇઝ આપી હતી. કારમાં પતિને જોતાં જ આલિયા ભટ્ટ ભેટી પડી હતી અને બેબી કહીને બૂમ પાડી હતી.

આલિયાએ ફોટોગ્રાફર્સનું હાથ જોડીને અભિવાદન કર્યું
આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટની બહાર નીકળી ત્યારે મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ હતા. ફોટોગ્રાફર્સે આલિયાને શુભેચ્છા પાઠવી હતી. આલિયાએ હાથ જોડીને તેમનો આભાર માન્યો હતો. આલિયાએ એકદમ લૂઝ કપડાં પહેર્યા હતા અને તેનો બેબી બમ્પ દેખાતો હતો.

રણબીરને જોતાં જ ઊછળી પડી
આલિયા ભટ્ટને એરપોર્ટ પર જ્યારે કહેવામાં આવ્યું કે રણબીર કપૂર કારમાં રાહ જુએ છે તો તેને નવાઈ લાગી હતી. કારમાં એન્ટર થતાં જ આલિયા પતિ રણબીરને ભેટી પડી હતી અને જોરથી 'બેબી' કહીને બૂમ પાડી હતી.

'હાર્ટ ઑફ સ્ટોન'ના સેટ પર પહેલી જ વાર બેબી બમ્પ જોવા મળ્યો
આલિયા ભટ્ટે પોર્ટુગલમાં હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. આલિયાએ એક્ટ્રેલ ગેલ ગેડોટ તથા જેમી ડોર્નન સાથે શૂટિંગ કર્યું હતું. આલિયાએ ઇમોશનલ પોસ્ટ શૅર કરીને ફિલ્મનું શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી આપી હતી. આલિયાની શૂટિંગ કરતી તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરોમાં આલિયાનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

આલિયાની ઇમોશનલ પોસ્ટ

આલિયાએ ફિલ્મના સેટ પરથી પોતાના પાત્રનો ફર્સ્ટ લુક ફોટો શૅર કરીને કહ્યું હતું, 'હાર્ટ ઑફ સ્ટોન', 'તું મારા દિલમાં છો. સુંદર ગેલ ગેડોટ તથા મારા ડિરેક્ટર ટોમ હાર્પરનો આભાર. જેમીને ઘણી જ મિસ કરી અને ફિલ્મની આખી ટીમને થેંક્યૂ. મને આટલો સારો અનુભવ આપવા બદલ તમામનો આભાર. હું હંમેશાં તમારા પ્રેમ ને સંભાળની આભારી રહીશ. હવે બસ ફિલ્મ જોવાની ઉત્સુકતા છે, પરંતુ હવે હું ઘરી આવી રહી છું બેબી.'

14 એપ્રિલે લગ્ન કર્યા
પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર-આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...