પ્રોડ્યૂસર તનુજ ગર્ગ તથા અતુલ કાસ્બેકરની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન તથા પ્રતિક ગાંધી સાથે કામ કરે તેવી ચર્ચા છે. આ પહેલાં વિદ્યા બાલને તનુજ ગર્ગ તથા અતુલ કાસ્બેકર સાથે ફિલ્મ 'તુમ્હારી સુલુ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
લૉકડાઉનના નિયમો હળવા થયા બાદ ફિલ્મ ફ્લોર પર જશે
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, વિદ્યા બાલન તથા પ્રતીક ગાંધીની ફિલ્મ લૉકડાઉનના નિયમો હળવા થયા બાદ ફ્લોર પર જશે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. ફિલ્મમાં બે કપલની વાત કરવામાં આવી છે, એક કપલ વિદ્યા-પ્રતીક છે અને બીજા કપલનો રોલ કયા કલાકારો કરશે, તે હજી સુધી મેકર્સે નક્કી કર્યું નથી.
પિતૃસત્તા પર આધારિત ફિલ્મ
પિતૃસત્તા પર આધારિત આ ફિલ્મમાં ન્યૂ એજ સ્ટોરી લાઇન કહેવામાં આવશે. એડ ફિલ્મમેકર શિરશા ગુહા ઠાકુર્તા આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે. શિરશાએ આ પહેલાં રામ ગોપાલ વર્માની ફિલ્મ 'રણ', 'ફૂંક' તથા 'કોન્ટ્રાક્ટ'માં આસિસ્ટન્ડ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
તનુજ ગર્ગે કહ્યું, અહેવાલો ખોટા
પ્રોડ્યૂસર તનુજ ગર્ગે એક સ્ટેટમેન્ટમાં એવું કહ્યું હતું, 'આ વાત સાચી નથી. હજી સુધી અમે કાસ્ટિંગ ફાઈનલ કર્યું નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. અમે હજી એક્ટર્સના નામ અંગે વિચાર્યું પણ નથી. જ્યારે અમારી સ્ક્રીપ્ટ તૈયાર થઈ જશે, પછી જ અમે એક્ટરના નામ જાહેર કરીશું.'
'શેરની'માં વિદ્યા બાલનનો દમદાર રોલ
વિદ્યા બાલનની હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ 'શેરની' રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસરના રોલમાં છે.
પ્રતીક ગાંધી હવે તાપસી સાથે જોવા મળશે
હંસલ મહેતાની 'સ્કેમ 1992' વેબ સિરીઝથી પ્રતીક ગાંધી લોકપ્રિય થયો છે. પ્રતીક ગાંધી 'અતિથી ભૂતો ભવ'માં શર્મીન સેગલ સાથે જોવા મળશે. તાપસી પન્નુ સાથે ફિલ્મ 'વો લડકી હૈ કહાં'માં કામ કરશે. આ ઉપરાંત હાર્દિક ગજ્જરની સાથે ફિલ્મ 'રાવણ લીલા'માં પણ પ્રતીક કામ કરી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.