બર્થડે સ્પેશિયલ:પ્રસૂન જોષીએ કહ્યું- હું નિર્જીવ વસ્તુઓમાં પણ જીવન જોઈ શકું છું, સ્વામી વિવેકાનંદ પર બનેલી ડોક્યૂમેન્ટ્રી જોઈને નવાઈ લાગી હતી

મુંબઈએક વર્ષ પહેલા

જાણીતા ગીતકાર, લેખક, એડ ગુરુ તથા કવિ પ્રૂસન જોષીનો આજે 49 વર્ષના થયા. તેમનો જન્મ 16 સપ્ટેમ્બર, 1971માં ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં થયો છે. લેખન ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ 2015માં પ્રસૂન જોષીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી.

પ્રસૂન જોષીએ કહ્યું હતું, 'મારા પરિવારના તમામ સાહિત્યને મહત્ત્વ આપે છે. આથી જ નાનપણથી મારો ઝૂકાવ સાહિત્ય પ્રત્યે હતો. મને લાગે છે કે મારા જીવનમાં સ્પિરિચ્યુઆલિટી તથા પ્રકૃતિની ઊંડી અસર થઈ છે. પ્રકૃતિ તમને સંઘર્ષ કરતાં શીખવે છે. તમને છેતરતા શિખવતી નથી. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું.'

'પર્વતોનું જીવન સહેજ પણ સરળ નથી. ઉત્તરાખંડમાં લોકો મોટાભાગે આધ્યાત્મિકતાની શોધમાં આવે છે. બસ પ્રકૃતિ જોઈને અભિભૂત થવું અને તેમાંથી કંઈક શીખવું, નાનપણમાં મેં આમ જ કર્યું હતું અને આ જ બાબતો મારી શબ્દાવલિમાં જોવા મળે છે. આજે પણ જ્યારે મુંબઈની દોડધામથી કંટાળી જાઉં તો સીધો ઉત્તરાખંડ આવી જાઉં છું. પર્વતો પર જાઉં છું. કોરોનાકાળમાં ઋષિકેશ ડ્રાઈવ કરીને આવ્યો હતો અને ગંગા નદીના કિનારે થોડો સમય પસાર કર્યો હતો.

માતામાંથી સાહિત્ય જગતની પ્રેરણા લીધી
તેમણે કહ્યું હતું, 'ખરી રીતે મારી માતા તથા મારી નાનીએ મને જીવનમાં ઘણો જ પ્રોત્સાહિત કર્યો છે. હું મારા નાનાજીની ઘણો જ નિકટ રહ્યો છું. તેમણે 19 વર્ષની ઉંમરમાં ભણવાની શરૂઆત કરી અને સ્કૂલના પ્રિન્સિપલ બનીને રિટાયર થયા હતા. તેમણે મને લોક સંસ્કૃતિ અંગે ઘણું જ શીખવું છે.'

'સાહિત્ય જગતની વાત કરીએ તો મારી માતાએ મને સુમિત્રાનંદન પંતની કવિતા સાંભળીને મોટો થયો છું. આ જ કારણે સાહિત્ય તરફ મને વધુ ઝૂકાવ છે. હું માનું છું કે નાનપણમાં તમે 16-17 વર્ષની ઉંમર સુધી જે કરો છો તે જ તમારો પાયો હોય છે. મારો પાયો સાહિત્યમાં બની ગયો હતો.'

જ્યારે વનસ્પતિની દાંડીમાંથી પેન બનાવતા હતા
'આમ તો હું મારા ફોન પર રચના લખી લેતો હોઉં છું પરંતુ સાચી મજા તો પેન તથા પેપરની સાથે આવે છે. મને યાદ છે કે તે સમયે જ્યારે હું ઉત્તરાખંડમાં હતો ત્યારે સરકટ (એક જાતની વનસ્પતિ)ની લાકડી તોડીને તેને છોલીને તેમાંથી પેન બનાવતો હતો. આ પેનને શાહીમાં ડૂબોડીને લખતો હતો. તે સમયે પેનમાંથી જે અવાજ આવતો તેનો એક અલગ જ આનંદ હતો.

પરિવારની સાથે પ્રસૂન જોષી
પરિવારની સાથે પ્રસૂન જોષી

મૃત્યુ પર પહેલી કવિતા લખી હતી
'હું 15 વર્ષનો હતો. સ્કૂલમાં ભણતો હતો અને તે સમયે મેં મૃત્યુ પર કવિતા લખી હતી. જે સાંભળીને મારી બહુ વખાણ કરવામાં આવ્યા હતા. જોકે, આ વાતથી હું નાની ઉંમરમાં મોટી થઈ ગયો અને ગંભીર વાતો કરવા લાગ્યો હતો'

'શરૂઆતમાં હું જ્યારે લખતો ત્યારે આધ્યાત્મનો ઘણો જ પ્રભાવ રહેતો હતો. મારી પહેલી કવિતા મેં મૃત્યુની સુંદરતાનું વર્ણન કર્યું હતું કે કેવી રીતે આપણે કોઈ સુંદર વસ્તુને એકધારા જોઈએ છીએ અને જ્યારે આપણે મૃત્યુને જોઈ લઈએ છી ત્યારે આપણી આંખની પાંપણો સ્થિત થઈ જાય છે. તો શું મૃત્યુ પણ આટલું જ સુંદર છે? 17 વર્ષની ઉંમરમાં મારું પહેલું પુસ્તક પબ્લિશ થયું હતું.'

પુસ્તકોથી એડ એજન્સી સુધીની સફર
'તે સમયે મારા એક કે બે પુસ્તકો છપાઈ ગયા હતા પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મારે નોકરી તો કરવાની જ હતી, કવિતાઓથી બધાનું પેટ તો ભરાઈ ના શકે. આથી મારે પગભર થવાની જરૂર હતી. આથી મેં MBA કર્યું અને પછી દિલ્હીની એડ એજન્સીમાં કામ કરવા લાગ્યો હતો. અહીંયા મારા કામના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા.

'મને ઈન્ટરનેશનલ અવોર્ડ મળ્યા અને ત્યાં સુધી કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ જ કારણે મારા વખાણ કરવામાં આવ્યા. ધીમે ધીમે મારી કવિતા વાંચીને લોકો મારી પાસે આવવા લાગ્યા. હું તે લોકોના આલ્બમ માટે ગીતો લખતો હતો. તે સમયે મેં મોહિત ચૌહાણના બેન્ડ 'સિલ્ક રૂટ' માટે ગીત લખ્યું હતું. ત્યારબાદ શુભા મુદગલજીએ મારો સંપર્ક કર્યો અને 'અબ કે સાવન એસે બરસે' ગીત માટે મારો સંપર્ક કર્યો હતો.'

ફિલ્મના ગીતો સાંભળવાની પરવાનગી નહોતી 'નાનપણથી જ મને ઘરમાં ફિલ્મી ગીતો સાંભળવાની પરવાનગી નહોતી. રેડિયો પર પણ જો કોઈ ફિલ્મી ગીત સાંભળતો પિતાજી કહેતા કે આ શું સાંભળો છો. મારા પિતાજીએ સંગીતમાં માસ્ટર્સ કર્યું છે. તેઓ કહેતા કે કુમાર ગંધર્વને સાંભળો. મારું લેખન તથા મારી શબ્દાવલિ એટલે જ સારું છે, કારણ કે ફિલ્મી ગીતોથી હું દૂર રહ્યો છું. આથી જ કદાચ મારા લેખનમાં શુદ્ધતા જોવા મળે છે.'

વિવેકાનંદની ડોક્યૂમેન્ટ્રી જોઈને દંગ રહી ગયો હતો
'હું એકવાર વિમાન મુસાફરી કરી રહ્યો હતો અને તે સમયે મેં સ્વામી વિવેકાનંદ પર બનેલી એક ડોક્યૂમેન્ટ્રી જોઈ હતી. આ ડોક્યૂમેન્ટ્રીમાં ઉત્તરાખંડના કસાર દેવી મંદિરની વાત આવી હતી અને તેની સામેના ખડક પર બેસીને સ્વામી વિવેકાનંદને જે અનુભૂતિ થઈ તે વાત ચાલતી હતી. આ જોઈને મને નવાઈ લાગી હતી, કારણ કે હું પણ તે જ ખડક પર ચાર-પાંચ કલાક બેસતો હતો અને ખીણને જોતો હતો. તે સમયે મને જે અનુભૂતિ થઈ તેને શબ્દમાં વ્યક્ત કરવી શક્ય નથી.'

મને નિર્જીવ વસ્તુઓમાં પણ જીવ દેખાય છે
'મને લાગે છે કે દુનિયાની તમામ વસ્તુઓમાં જીવ છે. પછી તે નિર્જીવ હોય કે જીવિત. દીપક જ્યારે ઓલવાઈ જાય તો મને લાગે છે કે દીવો સૂઈ ગયો છે. તેની વાટ થાકી ગઈ છે અને હવે તે સૂઈ ગયો છે. તે જ પ્રકારે સંજય લીલા ભણસાલીએ 'બ્લેક' માટે મને ગીત લખવાનું કહ્યું તો મારા માટે આ એક પડકાર હતો. કારણ કે ફિલ્મનું પાત્ર ના સાંભળી શકે છે અને ના બોલી શકે છે અને ના જોઈ શકે છે. તેથી જ મેં ગીત લખ્યું કે 'હા મૈંને છૂ કર દેખા હૈ.'

દીકરી સાથે પ્રસૂન જોષી
દીકરી સાથે પ્રસૂન જોષી

ફિલ્મ 'લજ્જા'થી પહેલો મોટો બ્રેક મળ્યો
'તે સમયે હું દિલ્હીમાં હતો ત્યારે રાજકુમાર સંતોષીજીએ મને ફિલ્મ 'લજ્જા' માટે ગીત લખવાનું કહ્યું હતું. મારા માટે આ બહુ જ મોટી વાત હતી, કારણ કે હું બે દિગ્ગજો સાથે કામ કરવાનો હતો. આ ફિલ્મના ગીતને આઈ ડી અય્યરે કમ્પોઝ કર્યું હતું. જ્યારે ગીતને લતા મંગેશકર ગાવાના હતા.'

અપર્ણા માટે ઘણી કવિતા લખી
પત્ની અપર્ણા અંગે વાત કરતા કહ્યું હતું, 'અપર્ણા સાથે મારી મુલાકાત ત્યારે થઈ જ્યારે અમે બંને એડ એજન્સીમાં કામ કરતા હતા. ધીમે ધીમે અમને ખ્યાલ આવ્યો કે અમારા વિચારો ઘણાં જ મળે છે અને પછી અમે લગ્ન કરી લીધા. આજે અમારે 15 વર્ષની દીકરી છે. મેં કેટલીક કવિતા અપર્ણા માટે લખી છે અને તે મારી પાસે છે.'

CBFCમાં ચેરમેનની પદવી સ્વીકારી
'આ તે સમય હતો ત્યારે હું સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં ઘણું જ બધું ચાલતું હતું. તે સમયે મને ચેરમેન બનાવવાની ઓફર મળી તો મને લાગ્યું કે ત્યાં મારી આવશ્યકતા છે અને મેં તરત જ આ ઓફર સ્વીકારી લીધી હતી. આથી જ 2017માં હું CBFCમાં ચેરમેન બનવાનું સ્વીકારી લીધું હતું.'

મારી પત્નીએ સૌથી સારી બર્થડે ગિફ્ટ આપી હતી
'મારા જન્મદિવસ પર મને કિશોરી અમોનકરજીનો ફોન આવ્યો હતો. આ મારા સૌથી પ્રિય ક્લાસિકલ મ્યૂઝિશિયન છે. હું તેમનો મોટો પ્રશંસક છું. તેમણે મને કહ્યું હતું કે તેમણે મારી કેટલીક રચનાઓ વાંચી છે. તેમનો અવાજ સાંભળીને હું ઘણો જ ભાવુક બની ગયો હતો. થોડાં વર્ષ પહેલા મારી પત્નીએ આ ફોન કૉલ એરેન્જ કરાવ્યો હતો.'

અન્ય સમાચારો પણ છે...