બોલિવૂડમાં પ્રશાંત કિશોર:એક્ટર શાહરુખ ખાન સાથે થોડીવારમાં મુલાકાત કરશે. પોતાના જીવન પરની વેબ સિરીઝ અંગે ચર્ચા કરે તેવી શક્યતા

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશાંત કિશોર ઈચ્છે છે કે શાહરુખ ખાન જ તેનું પાત્ર ભજવે

NCP ચીફ શરદ પવારને મળ્યા બાદ રણનીતિકાર પ્રશાંત કિશોર થોડીવારમાં એક્ટર શાહરુખ ખાનને તેના ઘરે મન્નતમાં જઈને મળશે. સૂત્રોના મતે, શાહરુખ, પ્રશાંત કિશોરના જીવન પર વેબ સિરીઝ બનાવવા માગે છે. ચર્ચાએ પણ છે કે પ્રશાંત ઈચ્છે છે કે શાહરુખ જ તેનું પાત્ર ભજવે. આથી આ બંને મળીને આ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે.

ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરની કરિયર ઘણી જ સારી રહી છે. તેની રણનીતિને કારણે મોટી મોટી રાજકિય પાર્ટીઓને ચૂંટણીમાં સફળત મળી છે. પ્રશાંત કિશોરે અત્યાર સુધઈ નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી, કેપ્ટન અમરિંદર સિંહ, મમતા બેનર્જી તથા ઉદ્ધવ ઠાકરેની પાર્ટી માટે ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કર્યું છે. માનવામાં આવે છે કે જો તેના જીવન પરથી ફિલ્મ કે વેબ સિરીઝ બનાવવામાં આવે તો લોકોને તે ઘણી જ પસંદ પડશે.

શરદ પવાર સાથે મુલાકાત કરી
શુક્રવાર, 10 જૂનના રોજ પ્રશાંત કિશોરે NCP પ્રમુખ શરદ પવાર સાથે મિટિંગ કરી હતી. કહેવાય છે કે બંને વચ્ચે ચાર કલાક સુધી ચર્ચા થઈ હતી. શરદ પવારના બંગલા સિલ્વર ઓકમાં આ બેઠક થઈ હતી. પ્રશાંત કિશોર તથા શરદ પવારની આ મુલાકાત બાદ રાજકીય હલચલ વધી ગઈ છે. ચર્ચા છે કે બંને વચ્ચે 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ નવું ગઠબંધન બનાવવા અંગે ચર્ચા થઈ હશે. જોકે, રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું હતું કે આ મુલાકાત રાજકીય નહોતી.

અન્ય સમાચારો પણ છે...