તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'જયકાંત શિકરે' ફરી પરણ્યો:56 વર્ષીય પ્રકાશ રાજે બીજીવાર લગ્ન કર્યા, પત્નીને કિસ કરતી તસવીર વાઇરલ

મુંબઈ23 દિવસ પહેલા
2010માં પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા.
  • પ્રકાશ રાજે પત્ની પોની વર્મા સાથે 11મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી
  • બાળકોની હાજરીમાં પ્રકાશ રાજે પોની વર્મા સાથે બીજીવાર લગ્ન કર્યા

બોલિવૂડ ફિલ્મ 'સિંઘમ'માં જયકાંત શિકરેનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર પ્રકાશ રાજે 24 ઓગસ્ટના રોજ બીજીવાર લગ્ન કર્યા હતા. આ દિવસે પ્રકાશ રાજની 11મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ રાજે અન્ય કોઈ યુવતી સાથે નહીં, પરંતુ પત્ની સાથે જ બીજીવાર લગ્ન કર્યા છે. પ્રકાશ રાજે દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે આ લગ્ન કર્યાં છે.

24 ઓગસ્ટે 11મી વેડિંગ એનિવર્સરી હતી
પ્રકાશ રાજ હાલમાં મણિરત્નમની ફિલ્મ 'પોન્નીયીન સેલવન'ના શૂટિંગ અર્થે મધ્યપ્રદેશમાં છે. 24 ઓગસ્ટના રોજ પ્રકાશ રાજ તથા પોની વર્માની 11મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ-પોનીનો દીકરો વેદાંત ઈચ્છતો હતો કે તેના મમ્મી-પપ્પા તેની નજરની સામે બીજીવાર લગ્ન કરે. દીકરાની આ ઈચ્છા પૂરી કરવા માટે જ પ્રકાશ રાજે પોની સાથે બીજીવાર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં પ્રકાશની પહેલાં લગ્નથી થયેલી બે દીકરીઓ પણ હાજર રહી હતી.

સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી
પ્રકાશ રાજે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરીને પ્રકાશ રાજે કહ્યું હતું, 'આજે રાત્રે અમે ફરીવાર લગ્ન કર્યા, કારણ કે અમારો દીકરો વેદાંત અમારા લગ્ન જોવા માગતો હતો.' એક તસવીરમાં પ્રકાશ રાજ ઘૂંટણ પર બેસીને પોનીને રિંગ પહેરાવે છે તો અન્ય એક તસવીરમાં પ્રકાશ તથા પોની એકબીજાને કિસ કરે છે.

પ્રકાશ રાજની લગ્નની તસવીરો....

પત્ની પોની સાથે પ્રકાશ
પત્ની પોની સાથે પ્રકાશ
દીકરીઓ તથા દીકરા સાથે પ્રકાશ-પોની
દીકરીઓ તથા દીકરા સાથે પ્રકાશ-પોની
દીકરાની સામે પ્રકાશે પત્ની પોનીને રિંગ પહેરાવી
દીકરાની સામે પ્રકાશે પત્ની પોનીને રિંગ પહેરાવી
પ્રકાશ-પોનીએ રિંગ પહેરાવ્યા બાદ એકબીજાને કિસ કરી હતી
પ્રકાશ-પોનીએ રિંગ પહેરાવ્યા બાદ એકબીજાને કિસ કરી હતી

સો.મીડિયામાં વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી
પ્રકાશ રાજે સો.મીડિયામાં પત્ની સાથેની જૂની તસવીર શૅર કરીને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. પ્રકાશ તથા પોનીના લગ્નમાં દીકરો વેદાંત તથા દીકરો મેઘના તથા પૂજા પણ હાજર રહ્યાં હતાં.

પહેલી પત્ની લલિતા તથા બે દીકરીઓ સાથે પ્રકાશ
પહેલી પત્ની લલિતા તથા બે દીકરીઓ સાથે પ્રકાશ

મેઘના-પૂજા પહેલાં લગ્નથી
ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજે 1994માં તમિળ એક્ટ્રેસ લલિતા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી પ્રકાશ રાજને બે દીકરીઓ છે. દીકરા સીધુનું પાંચ વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. 2009માં પ્રકાશ રાજ તથા લલિતાએ એકબીજાને ડિવોર્સ આપી દીધા હતા.

બીજા લગ્નના રિસેપ્શનમાં પત્ની પોની સાથે પ્રકાશ
બીજા લગ્નના રિસેપ્શનમાં પત્ની પોની સાથે પ્રકાશ

2010માં પ્રકાશ રાજે બીજા લગ્ન કર્યા
45 વર્ષની ઉંમરમાં પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે 2010માં લગ્ન કર્યાં હતાં. પ્રકાશ રાજ પત્ની પોની કરતાં 12 વર્ષ મોટો છે. લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે 2015માં પોનીએ દીકરા વેદાંતને જન્મ આપ્યો હતો.

'સિંઘમ'ના એક સીનમાં અજય-પ્રકાશ રાજ
'સિંઘમ'ના એક સીનમાં અજય-પ્રકાશ રાજ

2009માં બોલિવૂડ ડેબ્યૂ
પ્રકાશ રાજે કન્નડ, તમિળ, મરાઠી, મલયાલમ જેવી વિવિધ ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે. એક્ટરે 2009માં ફિલ્મ ‘વોન્ટેડ’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી. તે પછી ‘સિંઘમ’,‘દબંગ 2’, ‘મુંબઈ મિરર’, ‘પુલિસગિરી’, 'ભાગ મિલ્ખા ભાગ', ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મ્સમાં કામ એક્ટિંગ કરી હતી. મોટાભાગની ફિલ્મ્સમાં તે વિલનના રોલમાં જ જોવા મળ્યા. પ્રકાશ રાજ છેલ્લે વેબ સિરીઝ 'નવરસ'માં જોવો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...