અપકમિંગ:‘મટ્ટો કી સાઈકિલ’ ફિલ્મમાં પ્રકાશ ઝા શ્રમિકના રોલમાં દેખાશે, આ ફિલ્મ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થશે

એક વર્ષ પહેલા

ફેમસ ફિલ્મમેકર પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ ‘મટ્ટો કી સાઈકિલ’ બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેઓ લીડ રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર મથુરાના એમ. ગનીએ કર્યું છે. ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન 21થી 30 ઓક્ટોબર 2020 દરમિયાન દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં થશે.

ફિલ્મ વિશે ડિરેક્ટર એમ. ગનીએ કહ્યું કે, પ્રકાશ ઝા આ ફિલ્મમાં શ્રમિકના રોલમાં છે. ફિલ્મની મદદથી અમે તે દરેક લોકોનો સંઘર્ષ દેખાડ્યો છે, જેઓ સર્વાઈવલની જંગમાં ફસાઈ ગયા છે અને પોતાના સપનાં પૂરા કરી શકતા નથી.

ડિરેક્ટર એમ. ગની
ડિરેક્ટર એમ. ગની

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી આ ફિલ્મ બુસાન ફિલ્મ ફેસ્ટિવલના એશિયન વિન્ડો સેક્શન સુધી પહોંચી ગઈ છે. ત્યાં ફિલ્મનું ઇન્ટરનેશનલ પ્રીમિયર થશે. ફિલ્મમમાં અનિતા ચૌધરી પણ છે. રાઈટર પુલકિત ફિલિપ છે અને ક્રિએટિવ ડિરેક્ટર કામેશ કર્ણા છે. ‘મટ્ટો કી સાઈકિલ’નું શૂટિંગ વેસ્ટર્ન ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...