પ્રફુલ પટેલના દીકરાની વેડિંગ તસવીરો:પ્રજય પટેલના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સનો આગવો અંદાજ જોવા મળ્યો

જયપુરએક મહિનો પહેલા
  • પ્રફુલ પટેલના દીકરાના લગ્ન જયપુરમાં યોજાઈ ગયા, અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી

રાજ્યસભા સાંસદ તથા NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) પ્રફુલ પટેલના દીકરા પ્રજયે રવિવાર, 19 ડિસેમ્બરના રોજ જયપુરના રામબાગ પેલેસ શિવિકા સાથે લગ્ન કર્યા હતા.. લગ્નમાં સલમાન ખાન તથા હોલિવૂડ એક્ટ્રેસ સામંથા સાથે જ જોવા મળ્યા હતા અને બંને વચ્ચે અફેર હોવાની પણ ચર્ચા થવા લાગી હતી. તો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે કેન્ડલ લાઇટ ડિનર લીધું હતું.

જાનમાં બોલિવૂડ સ્ટાર્સે ડાન્સ કર્યો
રવિવાર, 19 ડિસેમ્બરના રોજ જયપુરના રામબાગ પેલેસમાં પ્રફુલ પટેલના દીકરાની જાન નીકળી હતી. આ દરમિયાન બેન્ડ બાજાની ધૂન પર બોલિવૂડ સ્ટાર્સ, રાજનેતા તથા બિઝનેસ ટાયકૂને ડાન્સ કર્યો હતો. જયપુરમાં ઠંડી હોવાથી મહેમાનો તાપણાં આગળ બેઠેલાં પણ જોવા મળ્યા હતા. મહેમાનોએ લેટ નાઇટ પાર્ટીમાં પણ ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

શિલ્પા શેટ્ટીએ જયપુરની ઠંડીથી બચવા લગ્નમાં લાંબો કોટ પહેર્યો હતો.
શિલ્પા શેટ્ટીએ જયપુરની ઠંડીથી બચવા લગ્નમાં લાંબો કોટ પહેર્યો હતો.
શિલ્પા શેટ્ટી તથા ટીના અંબાણી સાથે મનીષ મલ્હોત્રા.
શિલ્પા શેટ્ટી તથા ટીના અંબાણી સાથે મનીષ મલ્હોત્રા.
પ્રજયના લગ્નમાં સલમાન તથા સામંથા એકબીજાની સાથે જ જોવા મળ્યા હતા.
પ્રજયના લગ્નમાં સલમાન તથા સામંથા એકબીજાની સાથે જ જોવા મળ્યા હતા.
બિઝનેસમેન અનિલ અંબાણી, ટીના અંબાણી, સુપ્રિયા તુલે, મનીષ મલ્હોત્રા.
બિઝનેસમેન અનિલ અંબાણી, ટીના અંબાણી, સુપ્રિયા તુલે, મનીષ મલ્હોત્રા.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી. અહીંયા કપલે કેન્ડલ લાઇટ ડિનર એન્જોય કર્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી. અહીંયા કપલે કેન્ડલ લાઇટ ડિનર એન્જોય કર્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોનીએ મિત્રો સાથે મળીને ડાન્સ કર્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીએ મિત્રો સાથે મળીને ડાન્સ કર્યો હતો.
પ્રજયની જાનમાં બહેન પૂર્ણા પટેલે ડાન્સ કર્યો હતો.
પ્રજયની જાનમાં બહેન પૂર્ણા પટેલે ડાન્સ કર્યો હતો.
લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીમાં પૂર્ણા પટેલ, સાક્ષી ધોની તથા મહેમાનો.
લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીમાં પૂર્ણા પટેલ, સાક્ષી ધોની તથા મહેમાનો.
ડાબેથી, સલમાન ખાન, સામંથા, શનાયા એનસી, શિલ્પા શેટ્ટી.
ડાબેથી, સલમાન ખાન, સામંથા, શનાયા એનસી, શિલ્પા શેટ્ટી.