તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોના:પ્રભાસનો મેકઅપ મેન કોરોના પોઝિટિવ થતાં 'રાધે શ્યામ'નું શૂટિંગ અટક્યું; અર્શી ખાન, રાઘવ જુયાલ અને રોહિત ભારદ્વાજ પણ કોરોના પોઝિટિવ

2 મહિનો પહેલા
  • 30 જુલાઈએ રિલીઝ થનાર 'રાધે શ્યામ'ના સેટ પર પ્રભાસનો મેક અપ મેન કોરોના પોઝિટિવ આવતા શૂટિંગ પર રોક લાગી
  • મહાભારત સિરિયલમાં યુધિષ્ઠિરનો રોલ નિભાવનાર રોહિત કોરોના પોઝિટિવ આવતાં ફેન્સને પણ ટેસ્ટ માટે અપીલ કરી સુરક્ષિત રહેવા કહ્યું
  • બિગ બોસ ફેમ અર્શી ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા અને સંપર્કમાં આવેલા લોકોને પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી

સાઉથ સિનેમાના બાહુબલી પ્રભાસની અપકમિંગ ફિલ્મ 'રાધે શ્યામ'નાં શૂટિંગ પર રોક લાગી છે. પ્રભાસના મેકઅપ મેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ફિલ્મનું ડાયરેક્શન રાધા કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. ફિલ્મ 30 જુલાઈએ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેમાં અવરોધ આવી રહ્યા છે.

રાધે શ્યામ તેલુગુ અને હિન્દીમાં એક સાથે શૂટ થઈ રહી છે. પ્રભાસ સાથે ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં છે. તો બીજી તરફ બિગ બોસ ફેમ અર્શી ખાન પણ કોરોના પોઝિટિવ આવી છે.

અર્શીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

અર્શી ખાને પોતોના પોઝિટિવ રિપોર્ટના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અર્શીએ લખ્યું- એરપોર્ટ અધિકારીઓ પાસેથી કોરોના રિપોર્ટ મળ્યો છે, જે 1 દિવસ પહેલાં 19 એપ્રિલે થયો હતો. હું કોરોના પોઝિટિવ છું. ગઈ કાલથી મને હળવાં લક્ષણો પણ જણાઈ રહ્યા છે. મારા સંપર્કમાં આવેલાં તમામ લોકો સેફ્ટી પ્રોટોકોલ્સ ફોલો કરી સુરક્ષિત રહે. અલ્લાહ બ્લેસ યુ ઓલ.

રાઘવ જુયાલ પણ સંક્રમિત

ડાન્સર, એક્ટર અને ડાન્સ દિવાનેનો હોસ્ટ રાઘવ જુયાલ પણ કોરોના પોઝિટિવ થયો છે. રાઘવે પણ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેની માહિતી આપી છે. તેણે લખ્યું કે- તાવ અને કફ થયા બાદ હવે હું કોરોના પોઝિટિવ થયો છું. તાજેતરમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનું ધ્યાન રાખે અને પ્રોટોકોલનું પાલન કરે. સુરક્ષિત રહો.

મહાભારતનો એક્ટર રોહિત પણ પોઝિટિવ
સ્ટાર પ્લસ પર આવેલી મહાભારત સિરિયલમાં યુધિષ્ઠિરનો રોલ નિભાવનાર રોહિત ભારદ્વાજ પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. રોહિતે સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી છે. તેણે ફેન્સને અપીલ કરી છે કે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવે અને સાવચેતી રાખે.

ચિરંજીવી ફ્રી વેક્સિનેશન કરાવી રહ્યા છે

તેલુગુ એક્ટર ચિંરજીવીએ એક વીડિયો શેર કરી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિને વર્કર્સ અને જર્નાલિસ્ટને વેક્સિન લગાવાની અપીલ કરી છે. આ કામ તેઓ કોરોના ક્રાઈસિસ ચેરિટી હેઠળ કરી રહ્યા છે. આ વેક્સિનેશન ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે. તેની શરૂઆત 22 એપ્રિલે થશે અને 1 મહિના સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...