તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલીઝ:પ્રભાસ-સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' 2022માં 11 ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ6 દિવસ પહેલા

પ્રભાસ તથા સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 2022માં 11 ઓગસ્ટે રિલીઝ થશે. પ્રભાસે ફિલ્મનું પોસ્ટર શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મને 'તાન્હાજી' ફૅમ ઓમ રાઉત ડિરેક્ટ કરવાના છે અને ટી સીરિઝ પ્રોડ્યૂસ કરશે.

પ્રભાસે પોસ્ટર શૅર કર્યું
પ્રભાસે ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, 'આદિપુરુષ' 11-8-2022ના રોજ થિયેટરમાં આવશે. આ પહેલાં પ્રભાસે ફિલ્મનો લોગો શૅર કર્યો હતો. ફિલ્મના પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું, 'અનિષ્ટ પર ઈષ્ટની જીતની ઉજવણી.'

આ ફિલ્મ ‘રામાયણ’ પર આધારિત હશે અને ફિલ્મ 3Dમાં બનાવવામાં આવશે. પ્રભાસના કરિયરની આ 22મી ફિલ્મ છે. ફિલ્મ પ્રી-પ્રોડક્શનના સ્ટેજ પર છે અને આવતા વર્ષે ફિલ્મ ફ્લોર પર જશે. લંકેશનો રોલ સૈફ અલી ખાન પ્લે કરશે. ફિલ્મના બાકીના કલાકારોની હજી જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ તેલુગુ તથા હિંદીમાં બનશે અને તમિળ, મલયાલમ, કન્નડ તથા અન્ય વિદેશી ભાષામાં ડબ કરવામાં આવશે.

પ્રભાસ-દીપિકા સાથે કામ કરશે
ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મને વૈજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. હાલમાં આ ફિલ્મને ‘પ્રભાસ 21’ તરીકે જાહેર કરવામાં આવી છે. પ્રભાસના કરિયરની આ 21મી ફિલ્મ છે અને તેથી જ ફિલ્મને ‘પ્રભાસ 21’ કહેવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો