તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોશન પોસ્ટરઃ બીટ્સ ઓફ રાધે શ્યામ:પ્રભાસ-પૂજાનો ટ્રેનવાળો સીન પોર્ટુગલ ટ્રાવેલ બ્લોગર્સના વિવાદિત તસવીર પરથી પ્રેરિત

મુંબઈ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
રકીલ તથા મિગુએલની આ તસવીરની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. એલા ટાઉનમાં બ્રિજ પર એકદમ ધીમી ગતિએ આ ટ્રેન જતી હતી ત્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો - Divya Bhaskar
રકીલ તથા મિગુએલની આ તસવીરની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. એલા ટાઉનમાં બ્રિજ પર એકદમ ધીમી ગતિએ આ ટ્રેન જતી હતી ત્યારે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો

પ્રભાસના 41મા જન્મદિવસ પર તેની ફિલ્મ 'રાધે શ્યામ'નું મોશન પોસ્ટર 'બીટ્સ ઓફ રાધે શ્યામ' રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરની શરૂઆતમાં એક ટ્રેન બતાવવામાં આવે છે, જેના દરેક ડબ્બામાં અલગ અલગ લવ સ્ટોરીનો ઉલ્લેખ છે. પહેલી રોમિયો જુલિયેટ, બીજી સલીમ અનારકલી અને ત્રીજી દેવદાસ-પારો. અંતે વિક્રમાદિત્ય તથા પ્રેરણાને બતાવવામાં આવ્યા છે. 'રાધે શ્યામ' પાંચ અલગ-અલગ ભાષામાં બની રહી છે.

મોશન પિક્ચર રિલીઝ થતાં જ તેની તુલના હેરી પોર્ટર સીરિઝમાં બતાવવામાં આવેલી હોગવર્ટ્સ એક્સપ્રેસ તથા પોર્ટુગલના ટ્રાવેલ બ્લોગર્સ રકીલ તથા મિગુએલની વાઈરલ તસવીર સાથે થવા લાગી હતી.

ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
ફિલ્મનું ડિરેક્શન રાધાકૃષ્ણ કુમાર કરે છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી, ભાગ્યશ્રી, મુરલી શર્મા, કુનાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા ક્ષેત્રી તથા સત્યન જેવા કલાકારો છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી, 2020થી શરૂ થયું હતું. જ્યોર્જિયા, ઈટલી તથા યુરોપમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. પ્રભાસ હસ્ત નિષ્ણાતના રોલમાં છે તો પૂજા હેગડે મ્યૂઝિક ટીચરના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો