તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૂટિંગ અપડેટ:પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર 'રાધે શ્યામ'નું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ, સેટ પરથી એક્ટ્રેસે બૂમરેંગ વીડિયો શેર કર્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રભાસ અને પૂજા હેગડેની અપકમિંગ ફિલ્મ 'રાધે શ્યામ'નું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થઇ ગયું છે. પૂજા હેગડેએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મના સેટ પરથી એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. આ ફિલ્મ યુરિપ આધારિત પિરિયડ લવ સ્ટોરી છે. ફિલ્મના અમુક સીન્સ ઇટલી અને યુરોપમાં પણ શૂટ થયા છે. નવેમ્બરમાં ઇટલીનું શૂટ પૂરું કરી, લગભગ એક મહિના પછી ફિલ્મમેકર્સે ફરી શૂટ શરૂ ર્ક્યું છે.

આવતા વર્ષે રિલીઝ થશે 'રાધે શ્યામ'
ફિલ્મના ડિરેક્ટર રાધાકૃષ્ણ કુમાર છે. આ ફિલ્મમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલીકોંડા, ભાગ્યશ્રી, મુરલી શર્મા, કુણાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા ક્ષેત્રી, સત્યન પણ કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2020થી શરૂ થઇ ચૂક્યું છે. પ્રભાસ વિક્રમાદિત્ય નામના પામ રીડરનો રોલ નિભાવી રહ્યો છે, પૂજા ફિલ્મમાં પ્રેરણા નામની મ્યુઝિક ટીચરના રોલમાં છે.

દીપિકા, અમિતાભ સાથે દેખાશે પ્રભાસ
ડિરેક્ટર નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પ્રભાસ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનું બજેટ અંદાજે 100 કરોડ રૂપિયા છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો